જામનગર બિલ્ડીંગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા એક જ પરિવારના ત્રણ સભ્યોની નીકળી અંતિમ યાત્રા, ગામમાં છવાયો માતમ


  • Published By :
  • Published Date : 2023-06-24 18:57:23

રાજ્યમાં થોડા સમય બાદ ચોમાસુ સત્તાવાર રીતે બેસી જવાનું છે. પરંતુ તે પહેલા જ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ચોમાસાની સિઝન દરમિયાન અનેક બિલ્ડીંગો પડી જવાની ઘટનાઓ આવતી હોય  છે. જેમાં અનેક લોકોના મોત થઈ ગયા છે. ત્યારે શુક્રવારે જામનગરમાં હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું.આ ઘટનામાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. ત્યારે હાઉસિંગ બોર્ડના અનેક એવા ઘરો છે જ્યાં લોકો ડરના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે. 


એક જ પરિવારના ત્રણ સભ્યોની નીકળી અંતિમ યાત્રા 

વરસાદની સિઝનમાં અનેક વખત એવા સમાચારો આવતા હોય છે જેમાં મકાન તેમજ દિવાલ ધરાશાયી થતી હોય છે જેને કારણે માસુમ લોકોના જીવ જતા રહે છે. ત્યારે શુક્રવાર સાંજે જામનગરમાં એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. એક સાથે ત્રણ સભ્યોની અંતિમ યાત્રા નિકળી હતી. એક સાથે ત્રણ મૃતદેહો નીકળતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયોો હતો. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા હતા.      

મકાનોમાં લોખંડના સળિયા નીકળી ગયા છે.


છતની દીવાલો, સીડી સહિત ચારે તરફથી પોપડાં પડી રહ્યાં છે, ઘણી દીવાલો તો તૂટી પડી છે.

અનેક મકાનો પણ છે જર્જરિત 

મહત્વનું છે કે એવા અનેક બિલ્ડીંગ છે જે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. અનેક કોલોની એવી છે જ્યાં છતના પોપડા ઉખડી ગયા છે. બિલ્ડીંગની એવી હાલત છે કે તે ગમે ત્યારે પડી શકે છે. અનેક વખત તંત્ર દ્વારા ત્યાં રહેતા લોકોને નોટિસ આપવામાં આવી છે પરંતુ ત્યાં રહેતા લોકો પોતાના ઘરને છોડતા નથી.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે