Rajkotમાં ત્રણ લોકોના થયા Heart Attackને કારણે મોત, જાણો શા માટે નાની ઉંમરે લોકોને આવી રહ્યા છે Heart Attack?


  • Published By :
  • Published Date : 2023-09-21 09:57:48

કોરોનાને કારણે અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. લાખો લોકોના મોત કોરોનાને કારણે તેમજ કોરોના બાદ થતા સાઈડ ઈફેક્ટને કારણે થયા છે. કોરોનાના અનેક વેરિયંટ પણ આવ્યા જેને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. કોરોના તો જતો રહ્યો પરંતુ તેને કારણે લોકોમાં હાર્ટ એટેકનો ખતરો વધારે જોવા મળી રહ્યો છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારે થઈ રહ્યો છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. એક સમાચાર રાજકોટથી સામે આવ્યા છે જેમાં 3 લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. 


રાજકોટમાં હાર્ટ એટેકને કારણે ત્રણ લોકોના મોત 

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના બાદ તો હાર્ટ એટેકના કિસ્સાઓ અવાર-નવાર સામે આવી રહ્યા છે. કોઈ વ્યક્તિ જીમમાં બેહોશ થઈ જાય છે તો કોઈ વ્યક્તિ ડાન્સ કરતા કરતા બેહોસ થઈ જાય છે. લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. લોકો કહી રહ્યા છે કોરોના વેક્સિનની સાઈડ ઈફેક્ટને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. પહેલા આપણે માનતા હતા કે હૃદય હુમલો માત્ર વડીલોને આવે. ધીમે ધીમે જે પ્રમાણે આપણી સામે કિસ્સાઓ સામે આવ્યા તેને જોઈને લાગ્યું કે હાર્ટ એટેક યુવાનોને પણ ભરખી રહ્યો છે. પરંતુ હવે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે સ્કૂલમાં અભ્યાસ કરતા છોકરાઓને હાર્ટ એટેક આવી રહ્યા છે. અભ્યાસ પૂર્ણ થાય તે પહેલા વિદ્યાર્થીઓનું જીવન પૂર્ણ થઈ જાય છે. ત્યારે રાજકોટમાં ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. જેમાં એક વ્યક્તિની ઉંમર 26 વર્ષની, બીજાની 40 વર્ષની તેમજ ત્રીજા વ્યક્તિની ઉંમર 41 વર્ષની હતી.  


કામના દબાણને કારણે પૂરૂષોમાં વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સા!

એ વાત પણ નકારી ન શકાય કે હજી સુધી જે પણ કિસ્સાઓ આપણી સામે આવ્યા છે હાર્ટ એટેકના તેમાં પુરૂષોની સંખ્યા વધારે છે. મહિલાઓને પણ  હાર્ટ એટેક આવે છે પરંતુ તેવા કિસ્સાઓ ઘણા ઓછા જોવા મળી રહ્યા છે. પૂરૂષો હાર્ટ એટેકનો સૌથી વધારે શિકાર બનતા હોય તેવું લાગી રહ્યું છે. એવું પણ તારણ રિસર્ચ દ્વારા કરવામાં આવતા રિસર્ચમાં સામે આવ્યું છે કે કામનું દબાણ વધારે હોવાને કારણે તેમજ ઓફિસમાં પ્રોત્સાહન ન મળવાને કારણે પુરૂષોમાં સ્ટ્રેસ લેવલ વધી જાય છે. અંદરને અંદર મુંજવાતા હોય છે. જેને કારણે હાર્ટ એટેકનો ભોગ તે બનતા રહે છે. 


પોતાના શરીરની લોકો નથી રાખતા કાળજી! 

આ તો થઈ એક વાત બીજી વાત પર ધ્યાન આપીએ તો દિલ સુધી લોહી ન પહોંચવાને કારણે પણ લોકો હાર્ટ એટેકનો ભોગ બનતા હોય છે. એવું પણ સામે આવ્યું છે કે મુખ્યત્વે લોકો ઓફિસમાં વધારે સમય વિતાવે છે. બેઠાડું જીવન થઈ જવાને કારણે તેમના જીવન પર જોખમ મંડરાતું રહે છે. પોતાના શરીરની કાળજી લોકો નથી રાખતા. પોતાના શરીરનું ધ્યાન રાખવું જોઈએ. શરીરમાં કંઈ પણ ફેરફાર જણાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અને ડોક્ટર જે પ્રમાણે સલાહ આપે તે પ્રમાણે, તેમના instructionને ફોલો કરવા જોઈએ.


નાની ઉંમરે શા માટે લોકો બની રહ્યા છે હાર્ટ એટેકનો ભોગ?  

નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે તેની પાછળ લાઈફ સ્ટાઈલનો મહત્વનો ભાગ છે. આપણી લાઈફ સ્ટાઈલને કારણે અનેક વખત આપણે શરીરની તંદુરસ્તી પર વિશેષ ધ્યાન નથી આપતા. યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓમાં ડાયાબિટીસ, ધ્રૂમપાન, સ્ટ્રેસ, Heridity Health Issues,હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ તેમજ શરીરનું પૂરતા પ્રમાણમાં હલન ન થવું. તે સિવાય તણાવ અને ડિપ્રેશન પણ એક મહત્વનું કારણ છે જેનો ભોગ નાની ઉંમરે લોકો બનતા હોય છે. લોકો હતાશ જલ્દી થઈ જાય છે જેને કારણે તેમનું સ્ટ્રેસ લેવલ હાઈ થઈ જાય છે અને અંતે હાર્ટ  એટેક તેમનો ભોગ લઈ લે છે. 


આવા કિસ્સાઓમાં બેદરકારી રાખવી બની શકે છે જીવલેણ!

દરેકે પોતાના શરીરનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ. કસરત કરવા માટે ટાઈમ કાઢવો જોઈએ, પોતાના દિલની વાત પોતાના મિત્રો સાથે અથવા તો પરિવારજનો સાથે શેર કરવી જોઈએ. લાઈફ સ્ટાઈલમાં બદલાવ લાવો જોઈએ. અને જો શરીરમાં થોડા પણ ફેરફાર લાગે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.કારણ કે આવા કિસ્સાઓમાં રાખવામાં આવેલી બેદરકારી તમારી તો ચિંતા વધારે છે પરંતુ પરિવારના સભ્યોની પણ ચિંતા વધારે છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.