Diwaliના તહેવારને ધ્યાનમાં રાખી Gujaratના પ્રખ્યાત મંદિરોના સમયમાં કરાયો ફેરફાર, જાણો કયા મંદિરનો સમય બદલાયો?


  • Published By :
  • Published Date : 2023-11-10 12:02:30

આપણામાંથી અનેક લોકો એવા હશે જે બેસતા વર્ષની ઉજવણી મંદિરે ભગવાનના દર્શન કરી કરતા હોય છે. બેસતા વર્ષે મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. દિવાળીના પાંચ દિવસો દરમિયાન મંદિરોમાં માનવ મહેરામણ ઉમટતો હોય છે. ત્યારે દિવાળી પર્વને ધ્યાનમાં રાખી રાજ્યના મોટા મોટા મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શક્તિપીઠ અંબાજી, જગત મંદિર દ્વારકા સહિતના અનેક મંદિરોના સમયમાં બદલાવ કરાયો છે. 

હોળી-ફૂલડોલ મહોત્સવ દરમિયાન દ્વારકાધીશ જગત મંદિર ખાતે દર્શનના સમયમાં થશે  ફેરફાર | Sandesh

દ્વારકા મંદિરના સમયમાં કરાયો ફેરફાર 

દ્વારકા મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે મુજબ દિવાળીના દિવસે સવારે 5.30 વાગ્યે મંગળા આરતી થશે, તે ઉપરાંત દિવાળીના દિવસે રાત્રે 8 વાગ્યે હાટડી દર્શન થશે. 13 નવેમ્બરે દ્વારકા મંદિરમાં અન્નકુટ ઉત્સવ કરાશે. 13 તારીખે સવારે 6 વાગ્યે મંગળા આરતી થશે તેવી માહિતી સામે આવી છે. 14 અને 15 નવેમ્બરે સવારે 6.30 વાગ્યે મંગળા આરતી થશે તેવી માહિતી સામે આવી છે. 

અંબાજી મંદિરમાં દર્શનનાં સમયમાં કરાયો ફેરફાર : હવે 3 ટાઈમ કરાશે આરતી |  Ambaji Temple Banaskantha Time Darshan


શક્તિપીઠ અંબાજીના દર્શનનો સમય પણ બદલાયો 

તે ઉપરાંત શક્તિપીઠ અંબાજીના સમયમાં પણ ફેરફાર કરવામં આવ્યો છે, યાત્રાધામ અંબાજી મંદિરમાં બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે