પત્રકાર સાગરિકા ઘોષને TMC મોકલશે રાજ્યસભામાં, પાર્ટીએ સુષ્મિતા દેવ સહિત 4 ઉમેદવારોની જાહેરાત કરી


  • Published By :
  • Published Date : 2024-02-11 16:28:25

તૃણમૂલ કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. સુષ્મિતા દેવને ફરી એકવાર રાજ્યસભામાં મોકલવામાં આવશે. આ સિવાય પત્રકાર સાગરિકા ઘોષ, મટુઆ સમુદાયના મમતા બાલા ઠાકુર અને સાંસદ નદીમુલ હકના નામનો પણ સમાવેશ થાય છે.


TMCએ કરી પોસ્ટ


TMCએ  તેના સત્તાવાર એક એકાઉન્ટ પર પોસ્ટ કરતા લખ્યું છે કે આગામી રાજ્યસભાની ચૂંટણી માટે સાગરિકા ઘોષ, સુષ્મિતા દેવ, સાંસદ મોહમ્મદ નદીમુલ હક અને મમતા બાલા ઠાકુરની ઉમેદવારીની જાહેરાત કરીને અમને ખુશી થઈ રહી છે. અમે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેઓ તૃણમૂલની અદમ્ય ભાવના અને દરેક ભારતીયના અધિકારોની હિમાયતના કાયમી વારસાને જાળવી રાખવા માટે કામ કરશે.


કોણ છે ચાર ઉમેદવારો?


ઉલ્લેખનિય છે કે સુષ્મિતા દેવ પહેલા પણ ટીએમસીના સાંસદ રહી ચૂક્યા છે. 2021માં કોંગ્રેસમાંથી ટીએમસીમાં જોડાયા બાદ પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. તેમનો કાર્યકાળ થોડા સમય પહેલા પુરો થયો હતો. નદીમુલ હક પાર્ટીના રાજ્યસભા સાંસદ પણ છે. મમતા ઠાકુર મટુઆ સમુદાયની ધાર્મિક 'માં' છે જેમણે 2019 માં બાણગાંવ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ ભાજપના શાંતનુ ઠાકુર સામે પરાજય થયો હતો. સાગરિકા ઘોષ એક જાણીતા પત્રકાર અને લેખિકા છે.



જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...