ગરમીના પ્રકોપથી બચવા પ્રાણીસંગ્રહાલયમાં કરાઈ કુલરની વ્યવસ્થા, ઉપરાંત પ્રાણીના ખોરાકમાં કરાશે તરબૂચનો સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-04-20 14:07:43

ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળે તે માટે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં કુલર અને ગ્રીન નેટ લગાવવામાં આવી છે. નોકટરેલ ઝુમાં જીઓ થર્મલ એરિયન્સ લગાવવામાં આવ્યા છે. પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે આવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઉપરાંત પાણીનો છંટકાવ પણ સતત કરવામાં આવી રહ્યો છે.         

 

પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળે તે માટે કરાઈ વ્યવસ્થા!

ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ગરમીનો પ્રકોપ સહન કરવા લોકો મજબૂર બન્યા છે. ગરમીથી રક્ષણ મેળવવા અનેક વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કૂલર, એસી તેમજ ઠંડા પીણાનું સેવન કરી આપણે ગરમીથી રક્ષણ મેળવી લઈએ છીએ પરંતુ અબોલ પ્રાણીઓ ગરમીનો માર સહન કરવા મજબૂર બન્યા છે. કાંકરિયા પ્રાણી સંગ્રાહલયમાં કુલર અને ગ્રીન નેટ લગાવવામાં આવી છે. નોકટરેલ ઝુમાં જીઓ થર્મલ એરિયન્સ લગાવવામાં આવ્યા છે. પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે આવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 


1500 જેટલા પ્રાણીઓ પ્રાણી સંગ્રહાલયમાં કરે છે નિવાસ 

કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ઉનાળાની ગરમીમાં પ્રાણીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પ્રાણીસંગ્રહાલયમાં 25 જેટલા કુલરો અને ગ્રીન નેટ લગાવવામાં  આવી છે. દરેક પ્રાણીનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કુલર ઉપરાંત નોકટરેલ ઝુમાં જીઓ થર્મલ એરિયન્સ લગાવવામાં આવ્યું છે. તે ઉપરાંત પાંજરામાં તરબૂચ રાખવામાં આવી છે. મહત્વનું છે કે કાંકરિયા પ્રાણીસંગ્રાહલયમાં 1500 જેટલા પશુ પક્ષીઓ રહે છે. ત્યારે તમામને ગરમીથી રક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે