નવરાત્રીમાં લવ જેહાદ રોકવા હિન્દુ સેના મેદાને, Jamnagarના ગરબા આયોજકોને Hindu સેનાની ચીમકી, "ગરબા રમવા તિલક કરો, ગૌમૂત્ર છંટકાવો"


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-13 16:54:39

રવિવારથી માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થવાનો છે. ગરબે ઘૂમવા ખેલૈયાઓ ઉત્સુક છે. ગરબાને લઈ ખેલૈયાઓએ તૈયારીઓ પણ કરી લીધી હશે. ગરબાનું આયોજન થશે ત્યાં એમ્બ્યુલન્સ મૂકાશે ડોક્ટર રખાશે જેવી વાતો થઈ રહી છે ત્યારે ગુજરાત હિન્દુ સેના પણ કામે લાગી હોય એવું લાગે છે. પત્રિકા વહેંચીને તેમણે હિંદુ સ્ત્રીઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. નવરાત્રીમાં ગરબા દરમિયાન હિન્દુ ધર્મના લોકો સિવાય બીજા કોઈને ન આવવા દેવા માટે તેમના દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે. 


લવ જીહાદના કિસ્સામાં થઈ રહ્યો છે વધારો!

થોડા સમય પહેલા વડોદરાથી એક સમાચાર સામે આવ્યા હતા જેમાં તિલક વગર કોઈને એન્ટ્રી આપવામાં નહીં આવે તેવી વાત સામે આવી હતી. ગરબામાં એન્ટ્રી ત્યારે જ મળશે જ્યારે માથા પર તિલક હોય. ધારાસભ્ય દ્વારા પણ આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત હિન્દુ સેનાના કહ્યા મુજબ લવ જીહાદના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. માટે ગુજરાત હિન્દુ સેનાના લોકો સ્ત્રીઓને અને નાગરિકોને પત્રિકાઓ વહેંચીને જાગૃતી લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 




જો ગરબામાં આવવું હોય તો આ નિયમોનું કરવું પડશે પાલન 

આ સિવાય તેમની માગ છે કે હમણા નવરાત્રિમાં જો કોઈને ગરબામાં આવવું હોય તો માથા પર તિલક લગાવવું અને ગૌમૂત્રનો છંટકાવ કરી, માતાજીની પ્રસાદી ખાધા પછી જ ગરબીમાં પ્રવેશ કરવો. ગુજરાત હિન્દુ સેનાએ ગરબા આયોજકોને ચીમકી આપી હતી કે દાંડિયારાસ આયોજકો અને સાઉન્ડ સિસ્ટમવાળા કોઈ લોકો હિન્દુ ધર્મ સિવાયના ન હોવા જોઈએ. આ કામ માત્ર હિંદુઓને જ આપવામાં આવે તેવી તેમની માગણી છે.