રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ આજે (૧૮મી ઓગસ્ટ) બપોરે ૩ વાગ્યે જૂનાગઢ જેલમાં EX MLA પોપટ સોરઠીયા કેસમાં સરેન્ડર કરશે. આ સમયે અમિત ખૂંટ કેસમાં પણ તેમની ધરપકડ થઇ શકે છે. ગુજરાત હાઇકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની સજામાફી રદ કરી હતી. આ પછી અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટે પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પિટિશન ફગાવી દીધી હતી.
રાજકોટનું રીબડા ફરી એકવાર સમાચારોમાં છે . કેમ કે , આજે અનિરુદ્ધસિંહ જાડેજા EX MLA પોપટ સોરઠીયા કેસમાં જૂનાગઢ જેલમાં બપોરે ત્રણ વાગ્યે સરેન્ડર થઇ શકે છે. આ સરેન્ડરનો આદેશ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે . ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાની સામે અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં ૨૯મી ઓગસ્ટના રોજ સ્પે. લિવ પિટિશન (ક્રિમિનલ) રજૂ કરી હતી, બીજા દિવસે એટલે કે 30 ઓગસ્ટે દાખલ થઈ હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જની બેચ સમક્ષ આ લીવ પિટિશનની સુનાવણી થઈ હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની આ પિટિશન ફગાવી દીધી હતી. વાત કરીએ , EX MLA પોપટ સોરઠીયા કેસની તો , ગુજરાત સરકારે અનિરુદ્ધસિંહ જાડેજાને આ કેસમાં ૨૦૧૮માં સજામાફી આપી હતી , તેની પર કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠીયા દ્વારા , હાઇકોર્ટમાં આ સજમાંફીને પડકારવામાં આવી હતી . પિટિશન કરનાર હરેશ સોરઠીયાનું કેહવું છે કે , તા ૨૯-૧-૨૦૧૮ના રોજ તત્કાલીન જેલોના એડીજીપી ટી.એસ. બિષ્ટ દ્વારા જૂનાગઢ જેલ ઓથોરિટીને પત્ર લખવામાં આવ્યો હતો તેના આધારે સજા માફી અપાઈ છે . કારણ એવું અપાયું છે કે , જાડેજાએ ૧૮ વર્ષનો જેલવાસ ભોગવ્યો છે પરંતુ , સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ આજીવન કેદની સજા એટલે જીવે ત્યાં સુધી સજા ભોગવવાની હોય છે. સમગ્ર મામલામાં રાજ્ય સરકાર દ્વારા ખોટી રીતે નિર્ણય લેવાયો છે. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ હસમુખ ડી સુથારે આ બાબતે , સરકારના સત્તાધીશો અને જેલના સત્તાધીશોનો ઉઘડો લીધો હતો. પછી ગુજરાત હાઇકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને મળેલી આ સજામાફી રદ કરી છે. અને ૪ જ અઠવાડિયામાં સરન્ડરનો આદેશ કર્યો હતો.
આ ઉપરાંત હવે અમિત ખૂંટ કેસમાં પણ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની 19 ઓગસ્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ પહેલાં કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન આ કેસમાં અરજી પણ ફગાવી હતી. ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત ખૂંટને જીવન ટૂંકાવવા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે. પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહને ફરાર બતાવવામાં આવ્યા છે. આ સમયે અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ થઇ શકે છે.