આજે ભુપત ભાયાણી સહિત આ પૂર્વ ધારાસભ્ય કેસરિયો કરી શકે છે ધારણ, રેશ્મા પટેલની પોલીસે કરી અટકાયત કારણ કે... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-03 11:19:42

થોડા સમય બાદ લોકસભા ચૂંટણી આવી રહી છે. ચૂંટણી પહેલા સામાન્ય રીતે રાજકારણ ગરમાતું હોય છે. નિવેદનો આપવામાં આવતા હોય છે. પરંતુ અનેક વખત એવું પણ જોવા મળતું હોય છે કે ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો થતો હોય છે. બીજી પાર્ટીના નેતાઓ ચૂંટણી પહેલા કેસરિયો ધારણ કરી લેતા હોય છે. ત્યારે આજે ભાજપમાં ફરીથી ભરતી મેળો થવાનો છે તેવા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી અને કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપમાં જોડાઈ શકે છે. 3 ફ્રેબુઆરીના રાજ ભાજપમાં ભરતી મેળો થવાનો છે તેવી માહિતી સામે આવી છે.

Bhupat Bhayani, who won the Visavadar seat by defeating the BJP-Congress  leaders, has an impression of 108 | સરપંચથી લઈ ધારાસભ્ય સુધીની સફર: વિસાવદર  બેઠક પર ભાજપ-કૉંગ્રેસના નેતાઓને પછડાટ ...

આજે બે પૂર્વ ધારાસભ્યો જોડાઈ શકે છે ભાજપમાં!

ભારતીય જનતા પાર્ટીમાં આજે ભરતી મેળો યોજાવાનો છે તેવી માહિતી સામે આવી છે. ચૂંટણી પહેલા અનેક કાર્યકરો તેમજ નેતાઓ  કેસરિયો ધારણ કરી લેતા હોય છે. અલગ અલગ જગ્યાઓના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આજે ફરી એક વખત ભાજપમાં ભરતી મેળો થવાનો છે અને આજે આપના વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી તેમજ અરવિંદ લાડાણી ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે.


રેશ્મા પટેલે ભૂપત ભાયાણીને લઈ આપી હતી પ્રતિક્રિયા  

ગઈકાલે રેશ્મા પટેલે ભૂપત ભાયાણીને લઈ પ્રતિક્રિયા આપી છે. ગઈકાલે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં રેશ્મા પટેલે ભૂપત ભાયાણી પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે જ્યારે ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે ત્યારે તે (રેશ્મા પટેલ) ભૂપત ભાયાણીને વિશ્વાસઘાત બદલ જૂત્તુ મારવા ત્યાં જશે. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પોલીસ દ્વારા રેશ્મા પટેલની અટકાયત કરી લેવામાં આવી છે. 

AAP વિધાનસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું, ભાજપમાં જોડાશે - મુંબઈ સમાચાર

આ તારીખે ભૂપત ભાયાણીએ આપ્યું હતું રાજીનામું 

મહત્વનું છે કે વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ 13 ડિસેમ્બરના રોજ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ ભૂપત ભાયાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મેં મારા કાર્યકર્તા અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિય છે કે કોંગ્રેસના પણ અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને તેઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે તેવું લાગી રહ્યું છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે