આજે છે અંગારકી ચોથ, ભગવાન ગણપતિને પ્રસન્ન કરવા કરો આ ઉપાય


  • Published By :
  • Published Date : 2023-01-10 13:44:48

ભગવાન ગણપતિને વિધ્નહર્તા દેવ માનવામાં આવે છે. ચોથના દિવસે ગણપતિજીની પૂજા કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. ઘર-પરિવારની સુખ સમૃદ્ધિ માટે ભગવાન ગણપતિનું વ્રત કરવું જોઈએ. મંગળવારે ચોથ આવવાને કારણે આ ચોથને અંગારકિ ચોથ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ચોથનું વ્રત કરવાથી અનેક ચોથ કર્યાનું પૂણ્ય મળે છે.

ઘરમાં ભગવાન ગણેશની પૂજામાં ભૂલથી પણ ન કરશો આ ભૂલો, નહીં તો થશે નુકસાન


હિંદુ ધર્મમાં ચોથને વિશેષ માનવામાં આવે છે. આ તિથી ભગવાન ગણેશને સમર્પિત હોય છે. આ દિવસે વ્રત કરવાથી ભગવાન ગણેશની કૃપા મળી રહે છે. વર્ષમાં 24 ચોથ આવે છે. એક સુદ પક્ષ અને એક વદ પક્ષમાં ચોથ આવે છે. આજે જે ચોથ છે તે પોષ મહિના આવી છે જેથી તેને તલ ચોથ પણ કહેવામાં આવે છે. ચોથ મંગળવારે હોવાને કારણે આને અંગારકિ ચોથ કહેવાય છે. 

ભગવાન ગણેશના આ આઠ અવતાર દોષથી દૂર રહેવાનો આપે છે સંદેશ | lord ganesha's 8  avtar

પ્રાચીન માન્યતા અનુસાર જે લોકો ચોથનું વ્રત કરે છે તે લોકો પર ગણપિતના આશીર્વાદ રહે છે. ઘર-પરિવારમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. ભગવાન ગણેશને વિધ્નહર્તા પણ કહેવામાં આવે છે જે ભક્તો આ દિવસે ઉપવાસ કરે છે તેના જીવનના બધા કષ્ટો દૂર થઈ જાય છે.


ચંદ્રદેવ કોણ છે, કેવી રીતે થયો હતો તેમનો જન્મ, જાણો તેમની સાથે જોડાયેલા  સવાલોના જવાબ. | Dharmik Topic

ચોથના દિવસે ચંદ્રદર્શનનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ચંદ્રોદય સમયે ગણપતિજીની પૂજા કરવાથી ભગવાન ગણપતિની કૃપા મળી રહે છે. શક્ય હોય તો ચોથના દિવસે ષોડષોપચાર પૂજા કરવી જોઈએ. જો શક્ય ન હોય તો પંચોપચાર પૂજા કરવી જોઈએ. ભગવાન સમક્ષ નૈવેદ્ય, સોપારી, લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ. ભગવાનને લાડુનો નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. ભગવાનને દુર્વા પ્રિય હોવાથી જો દુર્વા અર્પણ કરવામાં આવે તો પણ ભગવાનની વિશેષ કૃપા મળે છે.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે