આજે છે ભાઈ બીજ, જાણો શા માટે મનાવવામાં આવે છે ભાઈ બીજનો તહેવાર?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-11-03 16:40:36

આજે ભાઈ બીજનો તહેવાર છે.. ભાઈ બહેનના સંબંધને સમર્પિત આપણે અહીંયા અનેક તહેવારો છે તેમાંથી એક તહેવાર ભાઈ બીજનો છે... આ દિવસે ભાઈ બહેનના ઘરે જાય છે જ્યાં બહેન ભાઈના ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે... આ દિવસે યમુના નદીમાં ન્હાવાનું મહાત્મ્ય છે.. એવું માનવામાં આવે છે કે આજના દિવસે યમુના નદીમાં સ્નાન કરવાથી પુણ્યનો ઉદય થાય છે... આ દિવસે યમુનામાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે... 


અનેક વર્ષો બાદ યમને પોતાની બહેન યમુના યાદ આવી

આપણે ત્યાં મનાવામાં આવતા અનેક તહેવારો પાછળ અનેક ધાર્મિક માન્યતાઓ જોડાયેલી હોય છે.. કોઈ દંતકથા પણ તહેવાર સાથે જોડાયેલી હોય છે. આજના તહેવાર પાછળ જોડાયેલી દંતકથાની વાત કરીએ તો સૂર્યની પત્ની સંજ્ઞાને એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ યમ અને પુત્રીનું નામ યમુના હતું. ધીરે ધીરે યમ અને યમુનાનું એક બીજા સાથેનું વર્તન બદલાવવા લાગ્યું.. આ જોઈને યમે પોતાનું અલગ શહેર વસાવ્યું જેને આપણે યમપુરી તરીકે ઓળખીએ છીએ.. લાંબા સમય બાદ યમને પોતાની બહેન યમુના યાદ આવી... બહેનને શોધવા માટે અલગ અલગ જગ્યાઓ પર સંદેશ વાહક મોકલ્યા પરંતુ યમુનાજી ના મળ્યા... 


બહેને પોતાના ઘરે ભાઈને ભોજન કરાવ્યું

બહેન ના મળી તે બાદ પણ યમજીએ અલગ અલગ જગ્યાઓ પર યમુનાજીની શોધખોળ ચાલુ રાખી અને અંતે યમજીને યમુનાજી ગોલોકમાં મળ્યા.. યમુનાજી પોતાના ભાઈને મળીને ખૂબ ખુશ થઈ ગયા... ખુશ થયેલા યમુનાજીએ પોતાના ભાઈને ભોજન કરવાનું જેનાથી યમ એકદમ પ્રસન્ન થઈ ગયા અને પોતાની બહેનને વચન માગવાનું કહ્યું...વચનમાં બહેન યમુનાએ કહ્યું કે આજના દિવસે મારા પાણીમાં બધાએ સ્નાન કરવું જોઈએ... ઉપરાંત એવું પણ કહ્યું કે ભાઈએ પોતાની બહેનના ઘરે ભોજન કરવું જોઈએ.. બહેનનું વચન સાંભળી યમે તેમને વરદાન આપ્યું અને આ તહેવારને આપણે ભાઈ બીજ તરીકે ઉજવીએ છીએ.... 


ભાઈના કપાળ પર તિલક કરી તેમને ભોજન કરાવું જોઈએ.. 

એવું પણ અનેક લોકો માનતા હોય છે કે આજના દિવસે જો કોઈનું મોત થાય છે તો તેને સ્વયં ભગવાન નારાયણ લેવા આવતા હોય છે.. કારણ કે યમ તો તેમના બહેન યમુનાના ઘરે ગયા હોય છે.. આ દિવસે ભાઈના કપાળ પર બહેનને તિલક કરવું જોઈએ.. ભાઈના આશીર્વાદ લેવા જોઈએ તેમજ ભાઈને જમાડવું જોઈએ... આપ સૌને પણ ભાઈ બીજ પર્વની હાર્દિક શુભકામના...



(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે.. )



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....