આજે દિવાળી... વિક્રમ સંવત 2080નો છેલ્લો દિવસ....


  • Published By :
  • Published Date : 2024-10-31 10:44:13

લોકો જે તહેવારની આતુરતાથી રાહ જોતા હતા તે દિવાળીનો તહેવાર આજે છે... આજે વિક્રમ સંવત 2080નો અંતિમ દિવસ છે. આવતી કાલથી નવા વર્ષનો પ્રારંભ થવાનો છે... દિવાળીને ધર્મનો અધર્મ પર, સત્યનો અસત્ય પરનો પર્વ માનવામાં આવે છે... માન્યતા અનુસાર રાવણ પર વિજય મેળવી રામ ભગવાન આ દિવસે અયોધ્યા આવ્યા હતા.. તે વખતે અયોધ્યા વાસીઓએ દિવડા પ્રગટાવ્યા હતા અને ત્યારથી દિવાળીના તહેવારો દરમિયાન દિવડા પ્રગટાવવામાં આવે છે.... 


માતાજીએ દૈત્યનો કર્યો હતો સંહાર

બીજી એક માન્યતા અનુસાર મહાકાળીએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો. રાક્ષસોનો સંહાર થવાથી દેવતાઓ પ્રસન્ન થયા અને માતાજીનું ગુણગાન ગાવા લાગ્યા.. દેવોએ દીવડા પ્રગટાવીને વિજયને વધાવ્યો હતો.. બીજી એક માન્યતા પણ એવી છે કે પાંડવો ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરી હસ્તિનાપુર આવ્યા હતા અને તેની ખુશીમાં પ્રજાએ દિવડા પ્રગટાવ્યા હતા.. એવી પણ માન્યતા છે કે માતા લક્ષ્મી આ દિવસે પ્રગટ થયા હતા.. 


રંગોળી કરવામાં આવે છે દિવાળીના તહેવારોમાં 

દિવાળીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.. આ દિવસે ચોપડા પૂજન કરી દેવીના આશીર્વાદ લેવામાં આવે છે... માતા સરસ્વતીની પૂજા કરવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે.. આ દિવસે માતા લક્ષ્મીની તેમજ ગણપતિજીની પણ પૂજા કરવામાં  આવે છે... તેમના આશીર્વાદ લેવામાં આવે છે.. દિવાળીના દિવસો દરમિયાન રંગોળી પણ કરવામાં આવે છે.. રંગોળીને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે.. રંગોળી સ્વચ્છતાને દર્શાવે છે.. જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુતા હોય છે... દિવાળી પર્વની આપ સૌને હાર્દિક શુભકામના....


(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે....)



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.