આજે છે સોનલ બીજ, જાણો આઈશ્રી સોનલમાં અને સોનલ ધામ વિશે


  • Published By :
  • Published Date : 2022-12-25 15:53:09

પોષ સુદ બીજ એટલે મા સોનલનો જન્મદિવસ. એવું માનવામાં આવે છે કે સંવત 1980 પોષ સુદ બીજના રોજ જૂનાગઢના કેશોદના મઢડા ગામમાં તેમણે જન્મ લીધો.  હમીરભાઈ મોડ અને રાણાબાઈને ત્યાં પાંચમી પુત્રી બની આઈમાં શ્રી સોનલબાઈએ ભક્તોના કલ્યાણ અર્થે જન્મ લીધો. આ દિવસને સોનલ બીજ તરીકે ઉજવવામાં આવે છે. હમીરબાપુને ત્યાં સોનલમાંએ પાંચમી પુત્રીના રૂપમાં તેમણે જન્મ લીધો. પહેલેથી ચાર દિકરીઓ હોવા છતાંય આનંદથી ઉત્સાહથી તેમના પિતાએ અને તેમના પરિવાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

 Facebook

તેમના પિતાને આઈશ્રી સોનબાઈમાં ગીયડ સરકડીયા નેશવાળાએ આપેલા આશીર્વાદ યાદ આવ્યા. આઈ સોનબાઈ માં ગીયડે તેમને આશીર્વાદ આપતા કહ્યું હતું કે તારી સેવાથી પ્રસન્ન થઈ છું અને તારા ઘરે પાંચમી દિકરી આવે તેને મારૂ નામ આપજે. હમીરબાપુનેઆ વાત યાદ આવી, પાંચમી પુત્રીનું નામ આઈ સોનલ આપવામાં આવ્યું. એવું પણ કહ્યું કે આ દિકરી મોડ કુળ સાથે સમસ્ત ચારણ જાતિ અને હિંદુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરશે. 

ચારણોમાં એકતા લાવવા તેમજ ચારણ સમાજમાં ચાલતા કુરિવાજોનો અંત લાવવા આઈશ્રી સોનલમાં એ અથાગ પ્રયાસો કર્યા. આખા જગતમાંથી આવતા ચારણોને માએ ચેતવ્યા. પૂરૂષાર્થ કરવા માતાજીએ ચારણોને પ્રેર્યા. અનેક સ્થળો પર જઈ ચારણ સમાજમાં ઘર કરી ગયેલા રીતિરિવાજો, અંધશ્રદ્ધા, અજ્ઞાનતા વગેરને દુર કરવાનો પ્રયાસ કર્યો. કન્યા કેળવણી, ઈશ્વરની આસ્થા વગેરે વસ્તુઓને પ્રોત્સાહન આપવા લાગ્યા. આઈ સોનલમાંના સ્વરૂપમાં ચારણોને શક્તિના દર્શન થવા લાગ્યા. તેમના આંગણે આવવાથી બધાને સુખ અને શાંતિની અનુભૂતિ થવા લાગી. 

ચારણોની હાજરાહજૂર દેવી માતા આઈ સોનલનો ઇતિહાસ, મહિમા અને માતાનું અનેરું  મહત્વ...!! વાંચો લેખ

મઢડાવાળી સોનલ માતાજીનું મંદિર મઢડા ગામમાં આવેલું છે. જે જૂનાગઢથી 30 કિલોમીટર દૂર છે. મઢડા ગામમાં સોનલ માતાજીનું મંદિર સોનલ ધામથી પ્રખ્યાત છે. આ ગામ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. સોનલધામના દર્શન કરવા દેશ-વિદેશથી ભક્તો આવે છે. ભક્તો માતા પર અપાર શ્રદ્ધા રાખે છે અને તેમના હુકમ વગર કોઈ પણ કામ કરતા નથી. દર વર્ષે સોનલ માનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવામાં આવે છે. જે ભક્તો અપાર શ્રદ્ધા સાથે માના શરણમાં શીશ ઝૂકાવે છે તેની પર મા સોનલના આશીર્વાદ હમેશાં રહે છે.           




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે