આજે છે મહિલા વિરુદ્ધ હિંસા નિવારણ દિવસ Gujaratમાં વધ્યા મહિલા પર થતા બળાત્કારોની ઘટના, આંકડો વાંચી તમે ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-11-25 17:58:42

25 નવેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન મહિલા વિરૂદ્ધ હિંસા નિવારણ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનું કારણ એ હતું કે મહિલાઓ સામેની હિંસાની તેમના સ્વાસ્થ્ય પર થતી પ્રતિકૂળ અસરો અંગે જનજાગૃતિમાં વધારો કરી શકાય. મહિલાઓ પર હિંસાના, બળજબરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. મહિલાઓ પર એસિડ એકેટ થાય, ગેંગ રેપ જેવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં પ્રતિમહિને સરેરાશ 45 જેટલી મહિલાઓ બળાત્કારનો ભોગ બની રહી છે. મહિલાઓ પર એસિડ એટેક કરવામાં આવે છે, હવસનો શિકાર બનાવાય છે. 

સાકીનાકા બળાત્કાર કેસ : પીડિતાનું મૃત્યુ, આરોપી પર કડક કાર્યવાહીની માગ -  BBC News ગુજરાતી

પ્રતિ મહિને સરેરાશ 45 જેટલી મહિલાઓ બને છે બળાત્કારનો ભોગ 

એક સમય એવો હતો જ્યારે ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. મહિલાઓ મોડી રાત્રે પણ ઘરની બહાર નીકળે તો તેમના માતા પિતાને ડર રહેતો ન હતો. દીકરીને લઈ માતા પિતા સુરક્ષિત અનુભવ કરી શક્તા હતા પરંતુ જેમ જેમ સમય બદલાયો તેમ તેમ પરિસ્થિતિ પણ બદલાઈ. મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય મનાતું ગુજરાત મહિલાઓ માટે અસુરક્ષિત ધીરે ધીરે બનતું ગયું. મહિલાઓ પર અત્યાચાર વધતા ગયા. મહિલાઓ પર બળાત્કાર કરવાના કિસ્સાઓ વધતા ગયા. એસિડ એટેકનો શિકાર પણ મહિલા બની રહી છે. ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર પ્રતિ મહિને  45 જેટલી મહિલાઓ બળાત્કારનો શિકાર બની રહી છે. એક અહેવાલ અનુસાર વર્ષ 2018થી 2021 દરમિયાન ગુજરાતમાં 2156 મહિલાઓ પર બળાત્કાર થયો હતો. 

Rajkot: Man Physical Relation With Widow Women For 16 Years | રાજકોટઃ વિધવા  યુવતી સાથે સગા ભાઈએ પરાણે બાંધ્યા શારીરિક સંબંધ, 16 વર્ષ સુધી કર્યો બળાત્કાર,  સાસરીમાં જઈને ...

નાની બાળકીઓ પણ બળાત્કારનો શિકાર બની રહી છે...!

લોકોની માનસિક્તા એ હદે ખરાબ થઈ ગઈ છે કે નાની બાળકીઓ પણ હવસનો શિકાર બની રહી છે. જે બાળકીઓને બળાત્કાર શબ્દ શું, જબરદસ્તી કોને કહેવાય તેવા શબ્દોની ખબર નથી હોતી તેમની પર બળાત્કાર થાય છે. અનેક કિસ્સાઓમાં તો બળાત્કાર કરનાર વ્યક્તિ તેની આસપાસનો જ હોય છે. એક અહેવાલ મુજબ વર્ષ 2018થી 2021 દરમિયાન ગુજરાતમાં 2156 મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. પ્રતિ વર્ષે સરેરાશ 550 મહિલાઓ પર બળાત્કારના કેસ નોંધાયા છે. 

પૈસા આપી 'પિતાના મિત્રો કરતા રહ્યા બળાત્કાર' : કિશોરીની કરુણ કહાણી - BBC  News ગુજરાતી


ગુજરાતની મહિલાઓ પર થાય છે એસિડનો એટેક!

છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં 3762 મહિલાઓ પર અત્યાચાર થયો હોય તેવી ફરિયાદ નોંધાઇ છે. પ્રતિ મહિને સરેરાશ 100 મહિલા પર અત્યાચાર થતો હોય છે. મીડિયા રિપોર્ટ અનુસાર 2018થી 2021 દરમિયાન ૨૨ મહિલાઓ પર એસિડ એટેક થયો હોય તેવી પણ માહિતી પણ સામે આવી છે. મહત્વનું છે કે એક તરફ આપણે મહિલા સુરક્ષાની વાતો કરીએ છીએ, મહિલાઓને પુરૂષોના સમકક્ષ દરજ્જો આપવાની વાત કરીએ છીઓ તો બીજી તરફ આવા કિસ્સાઓ શર્મિંદા કરે છે.   



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.