આજે BAPSનો ભવ્ય "સુવર્ણ કાર્યકર મહોત્સવ" જુઓ શું છે ખાસ ,મોદી સ્ટેડિયમમાં 1 લાખ હરિભક્તોનું મહાઆયોજન!


  • Published By : Payal rathod
  • Published Date : 2024-12-07 13:18:09

अक्षरम् अहं पुरुषोत्तम दासोस्मि 


એનો અર્થ થાય છે , "હું અક્ષર છું અને પુરુષોત્તમનો દાસ છું". આ મંત્ર મહંત સ્વામી મહારાજે આપ્યો હતો.  અને આજે  સ્વામિનારાયણ ભગવાનના જે દાસ છે એટલે કાર્યકર્તાઓ છે એ લોકો માટે BAPSએ "કાર્યકર સુવર્ણ મહોત્સવ"નું આયોજન કર્યું છે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાનો છે..  


કેમ આટલો ભવ્ય કાર્યક્રમ? 


પ્રમુખસ્વામી મહારાજે 1972ની 7મી ડિસેમ્બરે કાર્યકરો માટે સંગઠિત માળખું તૈયાર કર્યું હતું. આજે 52 વર્ષ પછી તે વિશાળ વટવૃક્ષ બની ગયું અને એ ખુશીમાં  ભારત સહિત 30 દેશના 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. અને મહત્વની વાત એ છે કે 10 હજારથી વધુ સ્વયંસેવકો છેલ્લા 3 મહિનાથી આ કાર્યક્રમની તૈયારી કરી રહ્યાં છે. આ કાર્યકરો પ્રત્યે મહંત સ્વામીને એવી લાગણી છે કે બધા સ્વયં સેવકો છે બધુ પોતાના હાથે કર્યું છે 



કાર્યક્રમમાં શું છે ખાસ? 

મોદી સ્ટેડિયમમાં આજે સાંજે 5 વાગ્યે મહંત સ્વામીના 20 મિનિટના પ્રવેશોત્સવ બાદ આ વિચારનું બીજ કેવી રીતે રોપાયું, કેવી રીતે આ વૃક્ષ સર્જાયું અને આજે સમગ્ર સમાજને કેવી રીતે તેના ફળ મળી રહ્યાં છે તેની વાતો થશે સાથે જ આકર્ષણનું કેન્દ્રએ છે કે આકાશમાં ઉગતાં ફળો જોવા મળ‌શે, પાણીના એક ટીપામાંથી સમગ્ર સ્ટેડિયમમાં લહેર રચાશે સાથે જ  સેંકડો કલાકાર, લાઇટ, સાઉન્ડ અને પ્રોજેક્ટરના વિઝ્યુઅલ્સ સાથે તાલ મિલાવીને પ્રસ્તુતિઓ આપશે.


તો આ ભવ્ય કાર્યક્રમ તમે જમાવટ પર પણ નિહાળી શકશો ..... 




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.