જો તમારી પાસે 2 હજારની નોટ હોય અને બેંકમાં જમા ન કરાવી હોય તો આજે જ કરાવી આવજો કારણ કે 2 હજારની નોટ જમા કરાવવાનો આજે છેલ્લો દિવસ છે. ભારતની રિઝર્વ બેંકે મે મહિનાની 19 તારીખે 2 હજાર રૂપિયાની નોટ બજારમાંથી ખેંચી લીધી હતી અને જમા કરાવવા માટે લોકોને કહી દીધું હતું. રિઝર્વ બેંકે આદેશ આપ્યો હતો કે 30 સપ્ટેમ્બર 2023 સુધી તમે બેંકમાંથી 2 હજાર રૂપિયાની નોટ બદલાવી શકો છો અને બીજી નોટ 2 હજારની જગ્યાએ લઈ શકો છો. જો કે એ નિર્ણયની સામે આરબીઆઈએ ફરી જાહેરાત કરીને કહ્યું હતું કે એક અઠવાડિયા માટે અમે સમયગાળો વધારીએ છીએ કારણ કે અમે ધાર્યું તું એટલી 2 હજારની નોટ બજારમાંથી બેંકમાં જમા નથી થઈ. એ 2 હજારની નોટનો દિવસ પણ આજે છેલ્લો છે.
આટલી 2 હજારની નોટો બજારમાં ફરી રહી છે
આજે બે હજારની નોટ જમા કરાવાનો છેલ્લો દિવસ છે પણ હજુ પણ આપણા બજારમાં 12,000 કરોડની 2 હજારની નોટ ફરી રહી છે. RBIનું માનવું હતું કે 3.56 લાખ કરોડ રૂપિયાની 2000ની નોટ બજારમાંથી આવી જશે. પણ તકલીફ અહીં એ થઈ કે હજુ પણ બજારમાંથી 12 હજાર કરોડ રૂપિયાની 2 હજારની નોટ નથી આવી. એટલે આટલી નોટ હજુ પણ બજારમાં ફરી રહી છે.


શક્તિકાંત દાસે જણાવ્યું કે....
આજે 2000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરવાનો અથવા નોટ બદલાવવાનો છેલ્લો દિવસ છે. આ પહેલાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે 2000 રૂપિયાની 96%થી વધુ નોટો બેંકમાં પાછી આવી છે, જેની કિંમત 3.43 લાખ કરોડ રૂપિયા છે. એમાંથી 87% નોટ બેંકમાં જમા થઈ ગઈ છે. બાકીની નોટો અન્ય નોટો માટે બદલી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે હાલમાં લગભગ 12 હજાર કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં છે, જે પરત આવવાની બાકી છે. આરબીઆઈએ અઠવાડિયા પહેલાના ગયા શનિવારે જણાવ્યું હતું કે 29 સપ્ટેમ્બર સુધી 3.42 લાખ કરોડ રૂપિયાની નોટો પાછી આવી ગઈ છે અને 14,000 કરોડ રૂપિયા પરત કરવાના બાકી છે. સેન્ટ્રલ બેંકે પણ નોટો પરત કરવાની સમયમર્યાદા એક સપ્તાહ લંબાવી હતી, જે આજે 7 ઓક્ટોબરે પૂરી થઈ રહી છે.

29મેંના રોજ 2 હજારની નોટને પાછી ખેંચવાની કરી જાહેરાત
2000 રૂપિયાની ગુલાબી નોટ પરત કરવાની આજે છેલ્લી તારીખ તો આજે જ નોટ બદલી દો. બાકી 2 હજારની નોટ તમારા માટે કાગળનો ટુકડો થઈ જશે. અત્યાર સુધી ઘણા લોકોએ 2000 રૂપિયાની નોટ બદલી કે જમા કરાવી નથી. જો તમે પણ એમાં હો તો 2 હજાર રૂપિયાની નોટ બદલાવી દેજો. ભારતીય રિઝર્વ બેંકએ 29 મે 2023ના રોજ બજારમાંથી ગુલાબી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી, બેંકે તેને પરત કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર રાખી હતી, જે વધારીને 7 ઓક્ટોબર કરવામાં આવી હતી.
![]()
8 ઓક્ટોબરથી બેંકમાં નહીં બદલાવાઈ શકાય 2 હજારની નોટ
તો આજનો દિવસ છેલ્લો છે જેમાં આપણે બેંકથી 2 હજાર રૂપિયાની નોટ બદલાવી શકીશું પછી 2000 રૂપિયાની નોટ બદલાવવી હોય તો ખાલી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કાર્યાલયમાં જ બદલી શકાશે. 8 ઓક્ટોબરથી બેંક શાખાઓમાં નોટો જમા કરાવવા અથવા બદલવાની સુવિધા બંધ થઈ જશે. આ પછી લોકોએ નોટો બદલવા માટે આરબીઆઈની હાલની 19 ઓફિસમાં જવું પડશે. તો આજના દિવસે નક્કી કરી લો તમારે બેંકમાં રૂપિયા બદલાવવા છે કે આરબીઆઈમાં.






.jpg)









