નામાંકન ભરવાનો આજે અંતિમ દિવસ, હર્ષ સંઘવી, કુમાર કાનાણીએ ભર્યા ઉમેદવારી ફોર્મ


  • Published By :
  • Published Date : 2022-11-14 15:15:36

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દરેક ઉમેદવાર પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસ હોવાને કારણે ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. હર્ષ સંઘવીએ પણ સુરતની બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે.  

Gujarat Assembly Election 2022:: Gujarat Minister Harsh Sanghavi to file nomination papers from Surat's Majura Gujarat Assembly Election 2022: ‘આપડે સુરતને સિંગાપોર નહીં પરંતુ સિંગાપોરને સુરત જેવું બનતા જોઈશું’: હર્ષ સંઘવી


મજૂરા બેઠક માટે હર્ષ સંઘવીએ ભર્યું ઉમેદવારી ફોર્મ 

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. જેને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. દરેક જગ્યા પર ઉમેદવારો પોતાના સમર્થકો સાથે જઈ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યારે સુરત ખાતે પણ આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. સુરતની મજૂરા બેઠક ખાતેથી હર્ષ સંઘવી ચૂંટણી લડવાના છે. ભાજપના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા તેમણે કાર્યકરો સાથે બેઠક કરી હતી. 

કુમાર કાનાણીએ રેલીમાં ઘોડી સવારી કરી હતી.

ભાજપની વિશાળ બાઈક રેલી યોજાઈ હતી

કુમાર કાનાણીએ પણ નોંધાવી દાવેદારી  

હર્ષ સંઘવી ઉપરાંત કામરેજ બેઠક માટે પૂર્વ ધારાસભ્ય પ્રફૂલ પાનસેરીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પ્રફૂલ પાનસેરિયા રેલી યોજી પોતાના સમર્થકોની સાથે જઈ ઉમેદવારી નોંધાવી હતી. ઉપરાંત વરાછા બેઠક પર કુમાર કાનાણીએ પોતાની દાવેદારી નોંધાવી છે. કાનાણી ઘોડે સવારી કરી પણ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ઉપરાંત કોંગ્રેસના કરંજ બેઠકના ઉમેદવાર ભારતી પટેલે પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે