Gyan sahayakના વિરોધમાં AAPની યુવા અધિકાર યાત્રા, TET-TATના ઉમેદવારોના સમર્થનમાં નિકળેલી દાંડીયાત્રા 2.0નો આજે બીજો દિવસ


  • Published By :
  • Published Date : 2023-10-14 13:09:34

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગે ચાલી રહ્યા છે. ટેટ-ટાટના ઉમેદવારોની માગ છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે અને કરાર આધારીત ભરતીને નાબુદ કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. અલગ અલગ રીતે જ્ઞાન સહાયક પ્રોજેક્ટને રદ્દ કરાવા રજૂઆત કરી પરંતુ તેમના અવાજને સાંભળવામાં આવતો ન હતો. મૃદુ ગણાતી સરકાર પોતાના આ નિર્ણય પર મક્કમ દેખાઈ રહી છે. જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોને કોંગ્રેસનો તેમજ આમ આદમી પાર્ટીનો સાથ મળી રહ્યો છે. ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસે તેમજ આમ આદમી પાર્ટીએ રેલીનું આયોજન કર્યું હતું. 

દાંડી યાત્રા 2.0નો આજે બીજો દિવસ 

મહાત્મા ગાંધીએ 1930માં સાબરમતી આશ્રમથી દાંડી સુધીની પદયાત્રા કરી હતી જ્યારે મીઠા પર કર લગાવવામાં આવ્યો હતો. ત્યારે ટેટ-ટાટ ઉમેદવારોએ ઉંઘી દાંડી યાત્રા શરૂ કરી છે. કરાર આધારીત ભરતી નાબુદ થાય તે માટે દાંડીથી ઉમેદવારોએ યાત્રાનો પ્રારંભ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ગઈકાલથી ઉમેદવારોના સમર્થનમાં યુવા અધિકાર યાત્રાની શરૂઆત કરી છે. આજે તે યાત્રાનો બીજો દિવસ છે. આ યાત્રામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ, ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા ઉપરાંત મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર છે.      


કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવ્યા શિક્ષણ બચાવો ધરણા 

કરાર આધારિત ભરતીનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે જો શિક્ષકોનું ભવિષ્ય જ અંધકારમય હોય તો તે કેવી રીતે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે? જ્ઞાનસહાયક નાબુદ કરવામાં આવે તે માટે ઉમેદવારો ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવી રહ્યા છે. આમ આદમી પાર્ટી સિવાય કોંગ્રેસ પણ ઉમેદવારોના સમર્થનમાં આવી છે. થોડા દિવસો પહેલા ગાંધીનગર ખાતે કોંગ્રેસે શિક્ષણ બચાવો ધરણા કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત હતા. તે બાદ જ્ઞાન સહાયકને રદ્દ કરાવા માટે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે. દાંડી યાત્રા 2.0ની શરૂઆત ગઈકાલથી કરવામાં આવી છે. ત્યારે  ઉમેદવારો દ્વારા કરવામાં આવતું આંદોલન સફળ થાય છે કે નહીં તે આવનાર સમયમાં ખબર પડશે... 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે