Arvind Kejriwalના Gujarat પ્રવાસનો આજે બીજો દિવસ, Rajpiplaની જેલમાં બંધ MLA Chaitar Vasavaની કરશે મુલાકાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-08 10:39:22

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવેલા છે. ગઈકાલે ચૈતર વસાવાના સમર્થનમાં તેમણે નેત્રંગ ખાતે જનસભા સંબોધી હતી. ચૈતર વસાવાના સમર્થનમાં આવેલા અરવિંદ કેજરીવાલે મંચ પરથી એક મોટી જાહેરાત કરી હતી કે ચૈતર વસાવા ભરૂચની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે.  મોટી સંખ્યામાં આદિવાસીઓ ત્યાં ઉપસ્થિત હતા અને આજે અરવિંદ કેજરીવાલ રાજપીપળામાં આવેલી જેલની મુલાકાત લેવાના છે જ્યાં ચૈતર વસાવાને રાખવામાં આવ્યા છે. 

ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લડશે લોકસભા ચૂંટણી 

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે. વનકર્મીને મારવા અંગે તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી. તે બાદ પોલીસથી ફરાર હતા. એક મહિના બાદ તે પોલીસ સમક્ષ હાજર થયા. જ્યારે તે હાજર થયા હતા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર હતા અને આપના નેતાઓ ત્યાં હાજર હતા. ડેડિયાપાડાના ધારાસભ્ય ભલે જેલમાં છે પરંતુ તેમના સમર્થકો દ્વારા તેમના સમર્થનમાં રેલી નિકાળી રહ્યા છે. એવો સંદેશો ચૈતર વસાવાએ મોકલ્યો કે તે લોકસભા ચૂંટણી લડશે. ચૈતર વસાવાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ આવ્યા છે ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી પણ આવ્યા છે. ગઈકાલે નેત્રંગ ખાતે જનસભા સંબોધન કરતી વખતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે ભરૂચની લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે. મહત્વનું છે કે જ્યારથી આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી ચૈતર વસાવાના સમર્થકો પ્રચારમાં લાગી ગયા હતા.  



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.