આજે છે World Sight Day : દર વર્ષે ઓક્ટોબરના બીજા ગુરૂવારે ઉજવાય છે આ દિવસ, જાણો શું છે આ વર્ષની થીમ?


  • Published By :
  • Published Date : 2023-10-12 13:40:22

વિશ્વભરમાં અલગ અલગ દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. કોઈ વખત આ દિવસની ઉજવણી તો કોઈ દિવસ આની ઉજવણી. પરંતુ શું તમને ખબર છે કે ઓક્ટોબરના બીજા ગુરૂવારે World sight dayની ઉજવણી કરવામાં આવે છે. શરીરના આમ તો દરેક અંગ અગત્યના છે પરંતુ તેમાં શરીરમાં આંખોનું મહત્વ અનેરૂ છે. આખ છે તો જ આપણે દુનિયાને જોઈ શકીએ છીએ, પ્રકૃતિની વિવિધતાને જાણી શકીએ છીએ. આંખ છે તો આ દુનિયાને આપણે જોઈ શકીએ છીએ પરંતુ એવા અનેક લોકો હોય છે જેમની પાસે આંખોની રોશની નથી હોતી. તેમની સામે અંધકાર પસરાયેલો હોય છે. આંખોનું મહત્વને લોકો સમજે તે માટે દર વર્ષે ઓક્ટોબરના બીજા ગુરૂવારે વર્લ્ડ સાઈટ ડે મનાવવામાં આવે છે. આ વર્ષે 12 ઓક્ટોબરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 

World Sight Day 2022: Theme, Significance, History, Quotes, Wishes, And  Tips For A Better Vision

દર વર્ષે ઓક્ટોબરના બીજા ગુરૂવારે ઉજવાય છે આ દિવસ 

એક સમય એવો હતો કે ઉંમરલાયક લોકોને જ ચશ્મા આવતા હતા. ઉંમરલાયક લોકો જ ચશ્મા પહેરેલા દેખાતા હતા પરંતુ હવે જમાનો બદલાયો છે. શાળામાં ભણતા બાળકોને ચશ્મા આવી ગયા છે. દૂરનું તેમને નથી દેખાતું. વિશ્વમાં ચશ્મા પહેરાઓની સંખ્યા કદાચ બિલિયનમાં હશે. આંખોની શક્તિ નબળી પડી રહી છે. દૂરનું જોવામાં લોકોને તકલીફ પડી રહી છે. દર વર્ષે ઓક્ટોબરના બીજા ગુરૂવારે વર્લ્ડ સાઈટ ડેની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કારણ કે લોકોને આંખોનું મહત્વ સમજાય. 

World Sight Day 2023

આ વર્ષે આ થીમ છે રખાઈ 

અનેક લોકો એવા છે કે તેઓ આંખની કાળજી નથી રાખતા. આંખોનું સ્વાસ્થ્ય સારૂ રહે અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.  આ દિવસની ઉજવણી  International Agency for the Prevention of Blindness (IAPB) દ્વારા કરવામાં આવે  છે. આ વર્ષની થીમ છે "કાર્યસ્થળમાં દ્રષ્ટિની જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરવું." મહત્વનું છે કે કાર્યસ્થળ પર અનેક કલાકો સુધી કોમ્પ્યુટરની સામે બેસતા હોઈએ છીએ. તે ઉપરાંત મોબાઈલ સામે પણ અનેક કલાકો લોકો વિતાવતા હોય છે. આંખોની કાળજી આપણે લેતા નથી. 


આંખોને સારી રાખવા આ-આ કરવું જોઈએ

આંખોને સારી રાખવા માટે અનેક વસ્તુઓનું નિયમિત પાલન કરવું જોઈએ. બેલેન્સ ડાયટ લેવું જોઈએ, આંખોની નિયમિત તપાસ કરાવી જોઈએ, સનગ્લાસીસ પહેરવા જોઈએ. ધ્રૂમપાન ટાળવું જોઈએ. આરોગ્યની સ્થિતિઓનું સંચાલન કરવું જોઈએ, ડિજિટલ આંખ તાણ જાગૃતિ સહિતના અનેક વિષયો છે જેની પર ધ્યાન રાખવું જોઈએ. તે સિવાય પૂરતી ઉંઘ લેવી જોઈએ.  મહત્વનું છે કે આંખો સારી હશે તો જ દુનિયા દેખાશે. આંખો એકદમ સંવદેનશીલ છે.        



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે