આજે ખેલૈયા ચિંતા વગર ગરબા રમી શકશે !!!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 16:15:22

આજે ખેલૈયા ચિંતા વગર ગરબા રમી શકશે !!!!!!!

આજે નોરતાનો બીજો દિવસ છે ત્યારે હવામાન વિભાગએ આગાહી કરી છે કે આજે એકદમ અનુકૂળ વાતાવરણ રહશે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આજે વરસાદ પડવાની જરાય સંભાવના નથી. સોમવારે બપોરે અમદાવાદ પૂર્વમાં કેટલાક વિસ્તારમાં વરસાદ થયો હતો. જો કે, આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. એટલે ખેલૈયાઓને રાસ ગરબાની રમઝટ બોલાવતાં કોઈ નહીં રોકી શકે.

 

મન મૂકીને રમી રમજો !!!!

આજે ખેલૈયાઓએ નિશ્ચિત થઈને ગરબા રમવા પહોંચશે. કેમ કે, આજે વાતાવરણ સાનુકૂળ રહેવાનું છે. સાંજે 7 વાગ્યાથી લઈને મધરાત સુધી આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે.  જ્યારે રાતે એકદમ ઠંડક વાળું વાતાવરણ હોવાથી જોશ વધશે. અને ખેલૈયા દિલ ખોલી ગરબે ઘૂમી શકશે.

 

પેહલા દિવસ વરસાદનું ઝાપટું પડ્યું હતું.

કાલ કેટલાક વિસ્તારમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા ત્યારે ગરબા રસિયામાં ડર હતો કે નવરાત્રીની મજા મેઘરાજ બગાડશે પરંતુ આજે એકદમ સાનુકૂળ વાતાવરણ છે .



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે