આજે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે ફૂંકાશે બ્યુગલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-28 14:28:05

આજે ગુજરાતમાં બપોરે ૩ વાગ્યે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થશે જાહેર. રાજ્યનું ચૂંટણી પંચ તે માટે બપોરે ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફ્રન્સ યોજશે. આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થવામાં એટલે વિલંબ થયો કેમ કે , પાલિકા અને પંચાયતની ચૂંટણી બાદ ઓબીસી અનામતની અમલવારીમાં વિલંબના કારણે ગ્રામપંચાયતની ચૂંટણીઓ અટકી પડી હતી . જોકે હવે માર્ગ મોકળો થતા ચૂંટણીની તારીખોનું એલાન થઇ શકે છે. 

UP gram panchayat election 2021: Rotational formula introduced for  reservation | Latest News India - Hindustan Times

ગુજરાતમાં  ચૂંટણીનો માહોલ જામવા જઈ રહ્યો છે એક તરફ આવતા મહિને જૂનના છેલ્લા સપ્તાહમાં કડી અને વિસાવદરની બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે હવે આજે રાજ્યમાં ૮૨૪૦ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવા માટે રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીકૃષ્ણ પ્રેસ કોન્ફરન્સ યોજી શકે છે. આજે બપોરે ૩ વાગ્યે તારીખોનું એલાન થાય તેવી શક્યતા છે સાથે જ રાજ્ય ચૂંટણીપંચ આજે જિલ્લા કલેક્ટરો સાથે વિડિઓ કોન્ફરન્સથી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. હવે એ જાણીએ કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે? તેનું કારણ એ છે કે , ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત ૧૦ ટકાથી વધારી ૨૭ ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી . આ માટે ગુજરાત સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભામાં કાયદો પસાર કરવામાં આવ્યો હતો . આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહિ થતા ગ્રામપંચાયતોની ચૂંટણી લંબાઈ હતી. 

Shiv Sena Ahead In Maharashtra's Gram Panchayat Polls

આ માટે થોડાક સમય પેહલા જ  રાજ્ય ચૂંટણીપંચે કલેકટરોને પત્ર લખી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સજ્જ રેહવા માટે આદેશ આપી દીધો હતો . આ માટે જરૂરિયાત મુજબ મતદાન મથકથી માંડીને સ્ટ્રોંગરૂમ નક્કી કરવા જરૂરી સૂચના અપાઈ છે. ચૂંટણીપંચે બેલેટપેપર છપાવવા પ્રિટિંગ પ્રેસ નક્કી કરવા , ચૂંટણીનું સાહિત્ય અને સ્ટેશનરીની ખરીદી કરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવા જણાવવામાં આવ્યું છે . કલેક્ટરોને પોલીસ ઉપરાંત ચૂંટણી સ્ટાફ માટેનો ડેટાબેઝ તૈયાર કરવા અને ચૂંટણી અધિકારી - મદદનીશ ચૂંટણી અધિકારી - કાઉન્ટિંગ સ્ટાફને તાલીમ આપવા પણ આયોજન કરાયું છે. વાત કરીએ પેટાચૂંટણીની , તો , કડી અને વિસાવદરની પેટાચૂંટણી માટે ગુરુવારે ગાંધીનગરમાં ભાજપની સંસદીય દળની બેઠક મળશે . સાથેજ કોંગ્રેસે પોતાના નિરીક્ષકો ઉમેદવારો નક્કી કરવા માટે ફિલ્ડમાં ઉતારી ચુકી છે . તો આ બાજુ વિસાવદરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ૩૧ તારીખે ઉમેદવારી પત્ર ભરી શકે છે. કોંગ્રેસ અને ભાજપ શુક્રવાર સુધીમાં પોતપોતાના હાઈ કમાન્ડને સંભવિત ઉમેદવારોના નામની પેનલ મોકલશે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે