વાત Gujaratની એક એવી શાળાની જ્યાં વિદ્યાર્થીઓ ગુરૂની ફરજ નિભાવે છે! 222 બાળકો વચ્ચે માત્ર 1 જ કાયમી શિક્ષક, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-21 17:05:17

પહેલાના જમાનામાં આપણે ત્યાં ગુરૂકુલ પરંપરા ચાલતી હતી. મતલબ કે સિનિયર વિદ્યાર્થીઓ જૂનિયર વિદ્યાર્થીઓને ભણાવે. આ વર્ષો પહેલાની વાત હતી. હવે જમાનો બદલાયો છે. પરંતુ આજે પણ અનેક એવી શાળાઓ છે જ્યાં શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓ પોતે શિક્ષક બની પોતાના પાછલા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને ભણાવે છે. અમે વાત કરી રહ્યા છીએ વલસાડ જિલ્લામાં સરકારી અનુદાનથી ધરમપુર જિલ્લામાં આદિવાસી યુવક મંડળ દ્વારા આસુરાની આશ્રમ શાળાની જ્યાં વિદ્યાર્થીઓ પોતે જ શિક્ષક બની ભણાવે છે.       

આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ જ બન્યા ગુરુ  

જ્યારે એવું લાગવા લાગે કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા માટે મંત્રીઓ અને બાબુઓ કામગીરી કરી રહ્યા છે બધુ સારુ છે એવો આભાસ કરાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય ત્યારે વિધાનસભામાં શિક્ષણની વ્યવસ્થાની પરિસ્થિતિ પૂછી લેવામાં આવે છે અને ગુજરાતની સરકારી શિક્ષણ વ્યવસ્થાની પોલ ખુલી જાય છે. વલસાડની એક શાળામાં પણ એવું જ થયું છે આસુરાની આશ્રમ શાળામાં શિક્ષકો નથી તો પહેલા ધોરણથી ત્રીજા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ભણાવવા માટે તેનાથી મોટા વિદ્યાર્થીઓને જ શિક્ષક બનાવી દીધા છે અને વિદ્યાર્થીઓ જ નાના ભૂલકાઓને ભણાવી રહ્યા છે. 


ધોરણ 4-5ના વિદ્યાર્થીઓ ભણાવે છે ધો.3 સુધીના વિદ્યાર્થીઓને 

વલસાડ જિલ્લામાં સરકારી અનુદાનથી ધરમપુર જિલ્લામાં આદિવાસી યુવક મંડળ દ્વારા આસુરાની આશ્રમ શાળા ચાલે છે. આ શાળાની સ્થિતિ એટલી ખરાબ છે કે વાત ન પૂછો. આસુરા આશ્રમ શાળામાં ધોરણ 1થી ધોરણ 10માં 222 છોકરાઓ ભણે છે. અને એ બધાને ભણાવવા માટે સરકાર પાસે એક જ કાયમી શિક્ષક છે જે બધા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. જો કે તેમના સિવાય પણ બીજી પણ બે યુવતીઓ ભણાવવા આવે છે પણ એ ઈન્ટર્નશીપ પર આવે છે શિક્ષક નથી. ધોરણ 1થી 3ને ચોથા ધોરણના અને પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ ભણાવી રહ્યા છે. 

આત્મનિર્ભર ભારતના સૂત્રને વિદ્યાર્થીઓએ ગંભીરતાથી લીધો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાના સમયમાં એક સૂત્ર આપ્યું હતું આત્મનિર્ભર ભારત, એ જ આત્મનિર્ભર ભારતને આ શાળા દ્વારા ખૂબ ગંભીર રીતે લેવામાં આવ્યું છે. એટલે અહીં બાળકો જ શિક્ષક છે. આમાં શાળામાં રહેલા કાયમી આચાર્યા પણ શું કરે તેના પર કામનો ભારણ જ એટલો છે કે તે જો આવી રીતે ગોઠવણ ન કરે તો શાળાનું પરિણામ આવે અને જો શાળાનું પરિણામ નકારાત્મક આવે તો શિક્ષણ વિભાગ પછી શિક્ષકોનો કાઠલો પકડે. 


શાળામાં શિક્ષકોને નથી મૂકવામાં આવ્યા 

એવું નથી કે શાળામાં શિક્ષકો નથી મૂકાયા. હમણા ત્રણ મહિના પહેલા જ શિક્ષકો મૂકી દેવામાં આવ્યા છે પણ એ જે શિક્ષકો મૂકાયા એની નિમણૂક તો હજુ બાકી બોલે છે તો શિક્ષકો નિમણૂક વગર તો કેમ ભણાવે. સરકાર કે તંત્ર તો શિક્ષકોને વ્યવસ્થા પૂરવાર નથી પાડતી તો શિક્ષકો પછી પોતાની રીતે બાળકોને બીજી શાળામાં ભણાવવા મજબૂર બની રહ્યા છે. 


શાળાની પરિસ્થિતિ અંગે શિક્ષણ વિભાગને થવી જોઈએ જાણ

આ શાળાની પરિસ્થિતિ શિક્ષણ વિભાગને ખબર પડવી જોઈએ અને એના પર કડક પગલા લેવાવા જોઈએ કારણ કે આ ગુજરાત છે અહીં રસ્તા પર ખાડો હશે તો લોકો ચલાવી લેશે પણ જો ભવિષ્યની પેઢી સાથે આવું થશે તો આખી એક પેઢી બોગસ ઉભી થશે. પગલાની આશા રહેશે



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.