ટામેટાના ભાવ લાલચોળ થયા પણ ગૃહિણી સિવાય કોઈને શું લેવાદેવા?


  • Published By : Payal rathod
  • Published Date : 2023-06-30 17:41:34

ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં દીપિકા પાદુકોણે કહ્યું હતું કે "એક ચૂટકી સિંદુર કી કિંમત તુમ કયા જાનો રમેશ બાબુ?" અને મારે તમને પૂછવું છે કે "એક ટમાટર કી કિમત તુમ કયા જાનો .. બાબુ?" ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે અને આ લાલ લાલ ટામેટાએ ગૃહિણીના પાકીટ લાલ કરી દીધા છે 



છેલ્લા અઠવાડિયામાં , દેશભરના અનેક શહેરોમાં ટામેટાની છૂટક કિંમત ₹ 60 પ્રતિ કિલોને વટાવી ગઈ છે, મંગળવારે કેટલાક સ્થળોએ ટામેટાના ભાવ ₹ 100/ કિલોએ પહોંચી ગયા હતા.ત્યારે ઘરમાં તો ગૃહિણીઓ આ જ વાતથી જીવ બાળતી હોય છે, તો આજે અમે કઈંક અલગ કર્યું. આજે અમે યુવાનોને જઈને પૂછી લીધું કે ‘ભાઈ તમને ખ્યાલ છે કે ટામેટાના ભાવ શું ચાલે છે? ક્યારેય તમે શાકભાજી લેવા ગયા છો ખરી?’ આ સવાલ યુવાનોને કરવાનું એક મોટું કારણ એ હતું કે યુવાધન આમ "ધન" વિશે બહુ ના વિચારે. ક્યાંથી પૈસા આવ્યા? ક્યાં ગયા? દેશમાં શું ચાલે છે? વગેરે વગેરે. તેથી અમે નક્કી કર્યુ કે આ વખતે ટામેટાને લઈને અમારે ગૃહણીઓને નહીં પરંતુ યુવા વિદ્યાર્થીઓને સવાલ કરવા છે અને અમે જે સવાલો કર્યા પછી અમને તો જે યુવાનો તરફથી જવાબ મળ્યા છે, એ જવાબો અને એમના તર્ક સાંભળીને અમે પણ દંગ રહી ગયા!


"ભાવ વધે તો અમને શું ફરક પડે"

અમે એક છોકરા સાથે વાત કરી એ એકદમ હળવા અંદાજમાં જવાબ આપી રહ્યો હતો. એના મગજમાં એમ હતું કે ટામેટાનો ભાવ 25-30 રૂપીયાથી વધારે નહીં હોય, પછી જ્યારે અમે એને કહ્યું કે ભાવ 100 સુધી પહોંચ્યો છે તો તેણે કહ્યું કે," શું ફરક પડે છે ભાવ વધાર હશે તો નહીં ખાઈએ, સસ્તા થશે ત્યારે ખાઈશુ. મને તો કંઈ ફરક નથી પડતો ભાવ વધે કે ઘટે. સરકાર જે ફાર્મર્સ લો (કૃષિ કાયદો) લાવવાની હતી તે ઠીક હતું, જો તે લાગુ થઈ જાત તો આ બધી સમસ્યા ન થાત" પણ શું તે છોકરાએ ક્યારે પણ ખેડૂતની જગ્યાએ રહીને વિચાર્યું હશે કે ખેડૂતો માટે તેમની ખેતી કેટલી મહત્વની છે અને તેમાં કેટલી મહેનત લાગે છે? શું તેને ખ્યાલ પણ હશે કે ખેડૂતને બિયારણથી લઈને પાક વેચવા સુધી કેટલી તકલીફ પડે છે? ઘરમાં AC વાળા રૂમમાં બેસીને અને અમદાવાદની ટોપક્લાસ કોલેજમાં ભણવાવાળા યુવાનો એ સમજી નહીં શકે! 


ખેડૂતોના પૈસા કોણ ખાઈ જાય છે?

એક યુવાનને જ્યારે અમે એમ કહ્યું કે, ટામેટાનો ભાવ 100 પ્રતિ કિલો છે, તો તેને ધ્રાસકો પડ્યો. અમે એને બીજો સવાલ કર્યો કે મધ્યમવર્ગ આટલી મોંઘી શાકભાજી લે છે પણ ખેડૂતોને તો પૈસા નથી જ મળતા તો પૈસા જાય છે ક્યાં? તો તે છોકરાએ જવાબ આપ્યો કે, વચ્ચેના લોકો એ પૈસા ખાઈ છે. ખેડૂત આટલી બધી મેહનત કરે, પરસેવો પાડે તો પણ તેને પોતાના પ્રોડક્ટના પૈસા નથી મળતા અને ટામેટાના ભાવ વધવાને કારણે અમારે તો હવે હોસ્ટેલમાં ટામેટાનું સલાડ પણ નહીં મળે! બીજું શું? 


યુવાનો કેમ દેશના અર્થતંત્ર અને મોંઘવારી જેવા મુદ્દા પર વાત નથી કરતાં? 

પ્રશ્ન એ છે કે યુવાનો બધી જ વાતને એવી રીતે લઈ લે છે કે અમારે શું? અમને શું ફરક પડવાનો છે "એનાથી અમારે શું?" પણ યુવાનો આ દેશનું ભવિષ્ય છે અને આપણા અર્થતંત્ર પર દેશ ટકેલો છે! જો તમને દેશની ગરીબી કે ભષ્ટ્રાચાર કે પછી મોંઘવારી જેવા મુદ્દા પર ફરક નથી પડતો તો કઈંક તો ખોટું છે! અને જે દિવસે આ દેશના લોકોને ફરક પડવાનું બંધ થઈ જશે ત્યારથી દેશના ભવિષ્યની કલ્પના કરવી અઘરી બની જશે!



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .