ટામેટાં હજુ વધુ રડાવશે, 300 રૂપિયા સુધી જઈ શકે છે ભાવ, 2 મહિના સુધી નહીં મળે રાહત


  • Published By :
  • Published Date : 2023-07-14 23:24:05

આસમાને પહોંચેલા ભાવના કારણે રસોડામાંથી ટામેટાં ગાયબ થઈ ગયા છે. દેશમાં ઘણી જગ્યાએ ટામેટાં 200 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે. લોકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે અડધા ભાવે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું છે. પરંતુ લોકોને જલ્દી રાહત મળે તેવી આશા નથી. જાણકારોના મતે આગામી દિવસોમાં ટામેટાના ભાવ 300 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે. મિડીયા રિપોર્ટ અનુસાર ટામેટાના ભાવમાં હજુ વધારો થઈ શકે છે. આગામી 2 મહિના સુધી ગ્રાહકોને રાહત મળવાની નથી.


શા માટે કિંમતો વધી રહી છે?


દેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદને કારણે ટામેટાના ભાવમાં વધારો થયો છે. ટામેટાના ભાવમાં 300 ટકાનો વધારો થયો છે. અવિરત વરસાદને કારણે નવા પાકનું વાવેતર પણ થઈ રહ્યું નથી. આવી સ્થિતિમાં, ભાવ ટૂંક સમયમાં નીચે આવવાની શક્યતા ઓછી છે.


ટામેટાંનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે?   


ટામેટાનું 91 ટકા  ઉત્પાદન મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઓડિશા, બિહાર, છત્તીસગઢ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને હરિયાણામાં થાય છે. આ વખતે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વાયરસને કારણે ટામેટાંનો પાક ખરાબ રીતે નાશ પામ્યો હતો.


રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .