આવતીકાલે ગુજરાત-હરિયાણા હોકીના મેદાને આવશે આમને સામને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 20:39:30

ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ ચાલી રહી છે તેવામાં આવતીકાલે મહિલા હોકીની મેચ રમાવા જઈ રહી છે. રાજકોટના રેસકોર્સ ખાતે મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ પર ગુજરાત અને હરિયાણાની મહિલાઓ હોકી સ્ટીક લઈને ગ્રાઉન્ડ પર ઉતરશે. 


આવતીકાલે રાજકોટમાં હૉકી ફિવર સર્જાશે

આવતીકાલે સાંજે સવા સાત વાગ્યે રાજકોટ ખાતે 6 ટીમ હોકી મેદાનમાં એકબીજા સામે ઉતરશે. ભારતના 11 રાજ્યોના હોકી ખેલાડીઓ 40 જેટલી મેચ રમશે. 11 ઓક્ટોબરે પુરુષ અને મહિલા હોકીની ફાઈનલ મેચ રમાશે.  





ભાજપનો આંતરિક કકડાટ સતત વધી રહ્યો છે ચૂંટણી પહેલા અને બાદમાં સતત પાર્ટીના નેતાઓ નારાજ થઈ રહ્યા છે. અમરેલી ભાજપમાં નારણ કાછડિયા હાલ નારાજ છે અને તેમની નારાજગી છે ઉમેદવાર ભરત સૂતરિયાથી.. હવે નારણભાઈના થેંક્યું વાળા નિવેદન પણ ભરત ભાઈએ સીધો જવાબ આપ્યો છે.

ગેનીબેન ઠાકોર અનેક વખત પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એક વખત તેમણે નિવેદન આપ્યું છે જેમાં તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઠાકોર સમાજના સમૂહ લગ્ન દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ વિવાદ છેડાઈ ગયો હતો.. અનેક વખત પરષોત્તમ રૂપાલાએ માફી પણ માગી.. આ બધા વચ્ચે નીતિન પટેલે ક્ષત્રિય સમાજના આંદોલનનો તેમજ પરષોત્તમ રૂપાલાનો ઉલ્લેખ કર્યો હતો..

પીએમ મોદી આવતી કાલે ઉમેદવારી ફોર્મ ભરશે વારાણસી લોકસભા બેઠક પરથી... વારાણસી બેઠકથી છેલ્લી બે ટર્મથી પીએમ મોદી ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે આ વખતે પણ આ બેઠક પરથી તે ચૂંટણી લડવાના છે..ઉમેદવારી ફોર્મ ભરવા જતી પહેલા આજે પીએમ મોદી ભવ્ય રોડ શો કરવાના છે...