આવતી કાલે છે ઉત્તરાયણ, આ દિવસે દાન અને સ્નાનનો વિશેષ મહિમા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-13 17:34:34

આપણે ત્યાં સૂર્યદેવને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ઉત્તરાયણના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે જેને કારણે આ દિવસને મકરસંક્રાતિ કહેવામાં આવે છે. ઉત્તરાયણ બાદ શુભ કાર્યોની શુભ શરૂઆત થાય છે. વર્ષ દરમિયાન 6 મહિના દક્ષિણાયન હોય છે અને 6 મહિના સુધી ઉત્તરાયણ હોય છે.  દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ સૂર્ય ગતિ કરશે.  


મકર સંક્રાતિએ સ્નાન અને દાનનો મહિમા

ઉત્તરાયણના દિવસે દાન, તપ તેમજ સ્નાનનો વિશેષ મહિમા રહેલો છે. ઉત્તરાયણના દિવસો દરમિયાન તલનો ઉપયોગ કરવાથી વિશેષ લાભ મળે છે. અલગ અલગ પ્રકારથી તલનો ઉપયોગ કરવામાં આવે છે. તેલના તલથી માલિશ કરવી જોઈએ, તલ ઉમેરેલા જળથી સ્નાન કરવું જોઈએ. તલના દાનનું પણ વિશેષ મહત્વ રહેલું છે. આ પર્વ દરમિયાન સૂર્ય દેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. આ દિવસ દરમિયાન ગોળ, તલ, કપડા, ખીચડી અને પૈસાનું દાન કરવાનો વિશેષ મહત્વ રહેલું છે.     


ઉત્તરાયણના દિવસે ભગવાન સૂર્યની કરાય છે પૂજા 

મકરસંક્રાતિના દિવસે શકય હોય એટલા આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ પાઠ કરવાથી સૂર્યનારાયણ ભગવાનની કૃપા દ્રષ્ટિ ભક્તો પર રહે છે. આ દિવસે દાન કરવાનું મહત્વ તો છે જ પરંતુ તેની સાથે સાથે સ્નાન કરવાનો પણ મહિમા રહેલો છે. તીર્થસ્થાન પર જઈ કરવામાં આવેલું સ્નાન અનેક ઘણું ફળ આપે છે. જો તીર્થસ્થાન પર જવું શક્ય ન હોય તો ગંગા મૈયાનું ધ્યાન કરવું જોઈએ. અને સ્નાન કરતી વખતે આ મંત્રનું ઉચ્ચાર કરવું જોઈએ. ગંગે ચ યમુને ચૈવ, ગોદાવરી સરસ્વતી. કાવેરી સિન્ધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ.



મતદાન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. મળતી માહિતી અનુસાર આજે સાંજે પીએમ મોદી ગુજરાત આવી શકે છે.. ગાંધીનગર ખાતે તેઓ રાત્રિ રોકાણ કરી શકે છે.. એવી પણ માહિતી સામે આવી છે કે અમિત શાહ પણ તેમની સાથે ઉપસ્થિત રહી શકે છે..

વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.