આવતી કાલે PM Modi વારાણસી લોકસભા બેઠક માટે ભરશે ઉમેદવારી ફોર્મ, આજે કરશે શક્તિપ્રદર્શન, રોડ શોને લઈ તડામાર તૈયારીઓ શરૂ


  • Published By :
  • Published Date : 2024-05-13 12:09:18

દેશમાં લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે.. આજે ચોથા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે.. મતદાતાને રિઝવવા માટે મોટી મોટી સભાઓને નેતાઓ ગજવી રહ્યા છે.. અનેક રોડ શો, શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે પીએમ મોદી આવતી કાલે ઉમેદવારી ફોર્મ ભરશે વારાણસી લોકસભા બેઠક પરથી...   વારાણસી બેઠકથી છેલ્લી બે ટર્મથી પીએમ મોદી ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે આ વખતે પણ આ બેઠક પરથી તે ચૂંટણી લડવાના છે..ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા આજે પીએમ મોદી ભવ્ય રોડ શો કરવાના છે...



વારાણસી લોકસભા બેઠક પરથી પીએમ મોદી લડી રહ્યા છે ચૂંટણી 

દેશમાં આજે ચોથા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે..  પીએમ મોદી આવતી કાલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે.. વારાણસી લોકસભા બેઠકથી તે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.. ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા ભાજપના ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરતા હોય છે.. ઉમેદવારી ફોર્મ ભરવા જાય તે પહેલા ભવ્ય રોડ શો કરતા હોય છે ત્યારે આજે પીએમ મોદી વારાણસીમાં રોડ શો કરવાના છે અને આવતી કાલે તે નામાંકન દાખલ કરાવવાના છે.. 



આ દિગ્ગજ નેતાઓ નામાંકન વખતે રહી શકે છે હાજર 

મળતી માહિતી અનુસાર પાંચ કિલોમીટર લાંબો તેમનો રોડ શો હશે અને રોડ શોને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી ગઈ છે... પીએમ મોદી આજે સાંજે 5 વાગ્યે રોડ શો કરશે. વારણસીમાં તેઓ રાત્રી રોકાણ કરશે અને આવતી કાલે એટલે કે મંગળવાર સવારે 10.15 વાગે તેઓ કાલ ભૈરવના દર્શન કરશે., 11.40 વાગે પીએમ મોદી ઉમેદવારી ફોર્મ દાખલ કરશે અને આ દરમિયાન ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ પણ ત્યાં હાજર હશે તેવી માહિતી સામે આવી છે.. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર પાંડે, કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ, ચિરાગ પાસવાન સહિત અનેક નેતાઓ હાજર રહેશે તેવી માહિતી સામે આવી છે..



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.