ધોધમાર વરસાદથી અમદાવાદના અનેક વિસ્તારો જળબંબાકાર, વાસણા બેરેજના 9 દરવાજા ખોલાયા


  • Published By :
  • Published Date : 2023-07-07 21:24:42

મેઘરાજાએ થોડા દિવસના આરામ બાદ આજે ફરી એક વખત એક્શનમાં આવ્યા છે, રાજ્યના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ થયો છે. આજે સાંજે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સાંજે 6 વાગ્યાની આસપાસ અમદાવાદનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું અને જોતજોતામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. અડધા કલાકના વરસાદના કારણે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રહલાદનગરથી શ્યામલ ચાર રસ્તા સુધી ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. તો બીજી તરફ અમદાવાદમાં ભારે વરસાદને પગલે સિંચાઈ વિભાગ દ્રારા વાસણા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદી ઉપરવાસના બેરેજના 9 દરવાજા સાડા સાત વાગ્યાથી ખોલીને 25263 ક્યુસેક્સ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવેલ છે. 


શહેરના વિસ્તારો થયા જળબંબાકાર


હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદમાં મોડી સાંજે ધમાકેદાર વરસાદની શરુઆત થઈ છે. અમદાવાદ પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એસજી હાઈવે, એસપી રિંગ રોડ, ગાંધી રોડ, આશ્રમ રોડ, સીજી રોડ, નરોડા, નારોલ, નિકોલ, બાપુનગર, કૃષ્ણનગર, નરોડા, આસ્ટોડિયા, ગીતા મંદિર, રાયપુર, ખાડિયા, જમાલપુર, બોપલ, ઘુમા, શીલજ, મેઘાણીનગર, મેમ્કો, શાહીબાગ, સેટેલાઈટ રોડમાં વરસાદનું આગમન થયું છે. આ ઉપરાંત રાણીપ, વાડજ, ઘાટલોડિયામાં વરસાદનું જોર વધ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સાણંદ, બાવળા, ધંધુકામાં વરસાદ શરૂ થયો છે. વરસાદ શરૂ થતા અમદાવાદમાં જળભરાવની સ્થિતિ પણ જોવા મળી રહી છે. અશોકનગર વિકાસગૃહ પાસે પાણી ભરાયા છે. પાલડી સહીતના વિસ્તારમાં પાણીનો ભરાવો થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદથી અમદાવાદના આનંદનગરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આનંદનગરમાં અનેક ઠેકાણે પાણી ભરાયા છે.


પાણી ભરાતા વાહનચાલકો ત્રાહિમામ


અમદાવાદમાં સાંજથી પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. શહેરના કુબેરનગર, સરદારનગર , કાલુપુર, રેવડીબજાર, નવાવાડજ સૌરભ સ્કૂલ, સૈજપુર બોધા વિસ્તારમાં પાણી ભરાતા અનેક વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા. કુબેરનગર સિંધી માર્કેટમાં તો એટલું પાણી ભરાઈ ગયું હતું કે લોકોની દુકાન સુધી પાણી પહોંચી ગયું હતું. ભારે વરસાદના કારણે શહેરમાં અનેક જગ્યાએ ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઇ હતી. લોકો ટ્રાફિક જામમાં ફસાયા હતા. સાંજના સમયે દરમિયાન જ ભારે વરસાદ પડતાની સાથે લોકો ઘર તરફ પરત ફરતા હતા, ત્યારે લોકો ટ્રાફિકજામમાં ફસાયા હતા. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.