રાજ્યમાં આજે પણ સાર્વત્રિક માવઠું, કંડલામાં વાવાઝોડાના કારણે મહાકાય ક્રેન પણ તણાઈ


  • Published By :
  • Published Date : 2023-05-29 19:31:23

હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદે ઝડી વરસાદી છે. રાજ્યના તમામ ભાગોમાં માવઠું થયું છે, અમદાવાદમાં તો જાણે ભરઉનાળે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. તે જ પ્રકારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજથી ભારે પવન સાથે આજે વરસાદ વરસી રહ્યો છે. કચ્છ, અમરેલી,રાજકોટ સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. કચ્છના કંડલા પોર્ટ પર તેજ પવન ફુંકાતા મહાકાય ક્રેન જ પત્તાના મહેલની જેમ ફેંકાતી જોવા મળી હતી.


કચ્છમાં વાવાઝોડા સાથે વરસાદ 


કચ્છમાં વાતાવરણને કારણે તેમની ચિંતા વધુ ઘેરાઈ છે, કચ્છના વિવિધ ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદ થઈ રહ્યો છે. કંડલામાં વાવાઝોડાના કારણે ભારે ભરખમ અને વિશાળ ક્રેન દરિયામાં આપમેળે દોડી રહી હતી. એટલે કે દરિયામાં જાણે ક્રેન તણાઈ રહી હતી. ભારે પવનના કારણે કેટલીક બિલ્ડિંગમાં કાચ તૂટ્યા હતા અને નુકસાન થયું હતું. ભારે પવનના કારણે કેટલીક બિલ્ડિંગમાં કાચ તૂટ્યા હતા અને નુકસાન થયું હતું. કચ્છના કંડલા ઉપરાંત અંજાર, આદિપુર, ગાંધીધામ, ભુજ માં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, ગાંધીધામ આદિપુરમાં અનેક જગ્યા નુકસાનીના સમાચાર સામે આવ્યા છે. જેમાં વીજપોલ ધરસાઈ થયા, પાણીની ટાંકીઓ હવામાં ઉડી, બિલ્ડિંગ-છતના કેટલાક ભાગો ફેંકાયા તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. 


 રાજકોટ, અમરેલીમાં વરસાદની એન્ટ્રી


રાજકોટ શહેર તેમજ આજુબાજુ વિસ્તારમાં પણ ભારે ભવન સાથે આંધી જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ભારે પવનના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો, હોડીગ, વીજપોલ ધરાશાઈ થયા હતા. અમરેલી શહેરમાં પવન સાથે વરસાદ ખાબકતા અફરા તફરી મચી ગઈ છે.  ધૂળની ડમરી ઉડતા દોડધામ મચી ગઈ હતી. અમરેલી શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતા શહેરમાં વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો છે.   વીજળીના કડાકા ભડાકા સાથે બાબરા સહિત અમરેલીમાં વરસાદની એન્ટ્રી થઈ છે. બપોર બાદ અમરેલી જિલ્લાના વડીયા શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન અને વીજળીના  કડાકા ભડાકા સાથે વરસાદ  શરૂ થયો છે.  ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે.   ભારે પવનોના કારણે વાવાજોડા જેવો માહોલ છે.  વીજળીના કડાકા અને ભારે પવન વચ્ચે વરસાદ શરુ થયો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે