ભારત અને UAE વચ્ચેનો વેપાર 100 અબજ ડોલરે પહોંચ્યો, UAE દેશમાં 50 અબજ ડોલરનું કરશે રોકાણ


  • Published By :
  • Published Date : 2023-11-03 18:48:14

ભારત દુનિયામાં સૌથી ઝડપથી હરણફાળ ભરી રહેલું અર્થતંત્ર છે. તમામ ગ્લોબલ એજન્સીઓની સાથે જ મોટા-મોટા દેશો પણ ભારતના વિકાસની પ્રશંસા કરી રહ્યા છે. ભારતની આ વિકાસયાત્રામાં હવે યુનાઈટેડ આરબ અમિરાત પણ જોડાવા જઈ રહ્યું છે. યુએઈ ભારતમાં મોટા મૂડીરોકાણની યોજના બનાવી રહ્યું છે. યુએઈનું આ અત્યાર સુધીનું સૌથી મોટું મૂડી રોકાણ હશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે યુએઈ ભારતમાં 50 અબજ ડોલરનું મૂડીરોકાણ કરશે. 


દ્વિપક્ષીય કારોબાર 100 અબજ ડોલરે પહોંચ્યો


બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, સંયુક્ત અરબ અમિરાત ખનીજ તેલની આવક પરની  તેની નિર્ભરતા ઘટવા માગે છે. યુએઈની સરકાર અન્ય ક્ષેત્રોમાં પણ મૂડીરોકાણ કરવાનો પ્લાન તૈયાર કરી રહી છે. ભારત અને યુએઈ વચ્ચેના સંબંધો ઘણા મજબુત છે, તે ઉપરાત બંને દેશો વચ્ચેનો વેપાર પણ સતત વધી રહ્યો છે.  હાલ ભારત અને યુએઈ વચ્ચે દ્વિપક્ષીય કારોબાર 100 અબજ ડોલર પર પહોંચી ગયો છે. આ સંબંધોને આગળ વધારવા માટે યુએઈ ભારતમાં 50 અબજ ડોલર એટલે કે 4 લાખ કરોડ રૂપિયાથી વધુનું મૂડીરોકાણ કરશે. 


આગામી વર્ષે જાહેરાત થાય તેવી સંભાવના


યુએઈ દ્વારા ભારતમાં 50 અબજ ડોલરના સંભવીત મૂડીરોકાણના સંબંધમાં જાહેર થયેલા રિપોર્ટમાં આ બાબતથી વાકેફ લોકોના મારફતથી કહેવામાં આવ્યું છે કે યુએઈ દ્વારા આ ઈન્વેસ્ટમેન્ટ અંગે આગામી વર્ષે એટલે કે વર્ષ 2024માં મોટી જાહેરાત થઈ શકે છે.  યુએઈ ભારતમાં જે સેક્ટરમાં મૂડી રોકાણ કરશે તેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ મુખ્ય છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.