Christmas Vacation મનાવવા Hill Station જતા લોકોનો મૂડ Traffic Jamએ બગાડ્યો! કિલોમીટર લાંબી ગાડીઓની લાઈન, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-25 12:15:53

આપણે બહાર મૂડ ફ્રેશ કરવા માટે જતા હોઈએ છીએ. ઘરેથી નીકળીએ ત્યારે મનમાં વિચારી લીધું હોય કે ત્યાં જઈને આપણે આ કરીશું અને તે કરીશું. પરંતુ જ્યારે આ પ્લાનમાં ટ્રાફિકજામ વિધ્ન બને તો? સોશિયલ મીડિયા પર ટ્રાફિકજામના અનેક વીડિયો સામે આવી રહ્યા છે  જે મુખ્યત્વે હિમાચલ પ્રદેશ જઈ રહેલા લોકોએ પોસ્ટ કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રાવેલ કરી રહેલા લોકોએ ફરિયાદ કરવાની શરૂઆત કરી દીધી. ન માત્ર હિમાચલ પ્રદેશમાં આવી દશા હશે પરંતુ આવી અનેક જગ્યાઓ હશે જ્યાં આવા ટ્રાફિકજામના દ્રશ્યો દેખાતા હશે.

હિલસ્ટેશન પર જોવા મળી ગાડીઓની લાંબી કતાર 

ક્રિસમસ તેમજ ન્યુ યરનું વેકેશન શરૂ થતાં જ લોકો બહાર ફરવા જતા હોય છે. સૌથી પહેલી પસંદ લોકોની હિલસ્ટેશનની હોય છે. ત્યારે આ વેકેશનની શરૂઆત થતાં જ લોકો બહાર જવા નીકળી ગયા છે. જાય પણ કેમ નહી, આ વખતે બંને ફેસ્ટિવલ વિકએન્ડ પર આવી રહ્યા છે. જે લોકો વેકેશન મનાવવા નથી જઈ શક્યા તેમને દુખ થતું હશે પરંતુ જે વીડિયો વેકેશન પર જઈ રહેલા લોકો પોસ્ટ કરી રહ્યા છે તે કદાચ જે લોકો નથી ગયા તેમનં દુખ હળવું કરી શકે છે. હિલસ્ટેશન પર એટલી બધી ભીડ ભેગી થઈ ગઈ કે તેનો હિસાબ નથી મળતો. હિલસ્ટેશન પર કેટલી ભીડ હશે તેનો અંદાજો ટ્રાફિક જામના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પરથી લગાવી શકાય છે.  

ટ્રાફિક જામના વીડિયો પર સામે આવી અલગ અલગ પ્રતિક્રિયા 

હિમાચલ પ્રદેશથી વીડિયો સામે આવ્યા છે જે ગભરાઈ દે તેવા છે. ગાડીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. કેટલી ગાડીઓ છે અને ક્યારે નંબર લાગશે તેની ખબર નથી. અલગ અલગ લોકો આ ટ્રાફિક જામની પોસ્ટ પર રિએક્શન આપી રહ્યા છે. મહત્વનું છે કે અનેક વખત આવા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવતા હોય છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે