જેતપુરના મોટા ગુંદાળામાં બની દુર્ઘટના, સ્કૂલ બસ વિદ્યાર્થીની પર ફરી વળતા નિપજ્યું મોત! જાણો ઘટના બાદ જયેશ રાદડિયાએ કોને ખખડાવ્યા?


  • Published By :
  • Published Date : 2023-04-18 10:13:39

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં ભૂલ ગમે તેની હોય પરંતુ અનેક વખત નિર્દોષ વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે જેતપુરથી એક ઘટના સામે આવી છે જ્યાં વિદ્યાર્થીની પર સ્કૂલ બસ ફરી વળી હતી. સ્કૂલ બસના ટાયરની અડફેટે આવતા વિદ્યાર્થીની મોતને ભેટી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રાજકોટના જેતપુર તાલુકાની છે. બસમાંથી વિદ્યાર્થીની નીચે ઉતરી અને આગળ વધી રહી હતી ત્યારે બસનું ટાયર વિદ્યાર્થીની પર ફરી વળ્યું હતું. અને તેનું મોત નિપજ્યું હતું. જ્યારે વિદ્યાર્થીનીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યારે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે ફોરેન્સિક પીએમ કરવાની ના પાડી દીધી તેવો આક્ષેપ પરિવારજન દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આ આક્ષેપો બાદ ધારાસભ્ય જયેશ રાદડિયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તબીબનો ઉધડો લીધો હતો.   

બાળકી સ્કૂલ બસમાંથી ઊતરી ઘર તરફ વળી રહી હતી.


અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ.

સ્કૂલ બસના ટાયર નીચે આવી જતા થયું વિદ્યાર્થીનીનું મોત!

અકસ્માતમાં મોત થવાને કારણે અનેક પરિવારો વિખેરાઈ જતા હોય છે. ત્યારે જેતપુરથી એક એવી ઘટના સામે આવી છે જે દિલને હચમચાવી દે તેવી છે. એક વિદ્યાર્થીની પર સ્કૂલ બસનું ટાયર ફરી વળ્યું હતું જેને કારણે અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મોત થઈ ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફરેણ સ્વામિનારાયણ સ્કૂલ બસમાં વિદ્યાર્થીની પરત ફરી રહી હતી. તે દરમિયાન મોટા ગુંડાળા પાસે વિદ્યાર્થીની ઉતરી ગઈ હતી. બસમાંથી નીચે ઉતર્યા બાદ વિદ્યાર્થીની બસ આગળથી પસાર થવા જઈ રહી હતી ત્યારે બસના ડ્રાઈવરે બસ ચલાવી દેતા બસના ટાયર વિદ્યાર્થીની પર ફરી વળ્યા હતા. અને તેનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.    

જાહેરમાં ડોક્ટરનો ઊધડો લીધો.

પોસ્ટમોર્ટમ ન કરાતા ધારાસભ્યએ લીધો સિવિલ હોસ્પિટલના સત્તાધીશોનો ઉધડો!

વિદ્યાર્થીનીનું મોત થતા પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. પોસ્ટમોર્ટમ માટે જ્યારે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યારે ત્યાં હાજર ડોક્ટરે ફોરેન્સિક પીએમ કરવાની ના પાડી દીધી. આવા આક્ષેપ વિદ્યાર્થીનીના પરિવાર દ્વારા લગાવવામાં આવ્યા છે. આ વાતની જાણ ધારાસભ્ય જયેશ રાદડિયાએ ડોક્ટરને ખખડાવ્યા હતા ઉપરાંત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટનો પણ ઉધડો લીધો હતો. જે બાદ વિદ્યાર્થીનીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.