Junagadh લીલી પરિક્રમા દરમિયાન બની દુર્ઘટના, 11 વર્ષની બાળકી પર દીપડાએ કર્યો હુમલો, બાળકીનું થયું મોત


  • Published By :
  • Published Date : 2023-11-24 15:24:11

જુનાગઢ લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. લીલી પરિક્રમામાં ભાગ લેવા દૂર દૂરથી લોકો આવે છે. હર હર મહાદેવ તેમજ જય ગીરનારીના નાદથી પરિક્રમા પથ ગુંજી ઉઠ્યો છે. આ પરિક્રમામાં ભાગ લેવા માટે નાના બાળકો, યુવાનો તેમજ વૃદ્ધો આવતા હોય છે. સાધુ-સંતોનો પણ મેળાવડો જોવા મળે છે. એક તરફ ભક્તિનો માહોલ છે તો બીજી તરફ પરિક્રમા પથ પર એક કિસ્સો બન્યો જે દુખી કરે તેવો છે. પરિક્રમા રૂટ પર દીપડાએ 11 વર્ષની બાળકી પર હુમલો કર્યો છે. હુમલો થતા નાની બાળકીનું મોત નીપજ્યુ છે. બાળકીનું મોત થતા પરિવાર પર દુ:ખની લાગણી વ્યાપી ઉઠી છે. આવો બનાવ બનતા સમગ્ર પરિક્રમાના રૂટ પર ડરનો માહોલ છવાઈ ગયો છે. 

11 વર્ષની બાળકી પર દીપડાએ કર્યો હુમલો 

હજી સુધી આપણે શ્વાન તેમજ રખડતા ઢોરના હુમલાના સમાચાર સાંભળ્યા છે. પરંતુ જૂનાગઢની લીલી પરિક્રમા દરમિયાન દીપડાના હુમલોનો કિસ્સો સામે આવ્યો છે. ગઈકાલથી શરૂ થયેલી લીલી પરિક્રમામાં ભાગ લેવા માટે દેશભરથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. દેશભરથી આ લીલી પરિક્રમાનો હિસ્સો બનવા માટે લોકો જૂનાગઢ પહોંચી રહ્યા છે. અનેરો ઉત્સાહ છે. આ બધા વચ્ચે એક દુખી કરી દે તેવી ઘટના સામે આવી. લીલી પરિક્રમાના રૂટમાં દીપડાએ 11 વર્ષની બાળકી પર હુમલો કર્યો અને દીકરી મોતને ભેટી. આ ઘટના બાદ લોકોમાં ડરનો માહોલ વ્યાપી ઉઠ્યો છે.  આ અંગે મળતી માહિતી અનુસાર આ ઘટના વહેલી સવારે બની. બાવરકોટમાં પરિક્રમા માર્ગમાં દીપડાએ બાળકી પર હુમલો કર્યો છે. આ ઘટનામાં મૃતક પામનારી બાળકી અમરેલી જિલ્લાની નિવાસી છે તેવી માહિતી સામે આવી હતી. 


કેવી રીતે બની આ ઘટના? 

જે 11 વર્ષની દીકરીનું મોત થયું છે તેમનું નામ પાયલબેન સાખન છે. મળતી માહિતી અનુસાર વહેલી સવારે દીપડો તેને સવારે ખેંચીને લઈ ગયો. બાળકીને અનેક કલાકો સુધી પરિવારજનોએ શોધી પરંતુ તે મળી નહી. બાળકી કે દીકરી મળી નહી. જે બાદ પરિવારે જંગલ વિભાગને જાણ કરી હતી. જંગલ વિભાગને જાણ કરાતા બાળકીને શોધવાની તજવીજ હાથ ધરાઈ. શોધખોળ દરમિયાન બાળકી મૃત હાલતમાં મળી આવી. દીપડાના હુમલાની વાત વાયુવેગે પ્રસરી ગઈ.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.