Suratમાં નવા વર્ષે સર્જાઈ દુર્ઘટના, ટાંકી સાફ કરવા ઉતરેલા મજુરોના ગુંગળામણને કારણે થયા મોત, આખરે આ સિસ્ટમ ક્યારે જાગશે?


  • Published By :
  • Published Date : 2023-11-15 16:23:59

ગટરને સાફ કરવા માટે જ્યારે સફાઈ કામદારો ઉતરે છે ત્યારે ગુંગળામણને કારણે તેમનું મોત થઈ જતું હોય છે. ગઈકાલે એક તરફ લોકો નવા વર્ષની ખુશી મનાવી રહ્યા હતા તો બીજી તરફ એ પરિવાર શોક મનાવી રહ્યો હતો જેમણે પોતાના સ્વજનને ગટરમાં થતાં ગુંગળામણને કારણે થયા હતા. સુરતથી એક સમાચાર સામે આવ્યા જેમાં ચાર મજુરોના મોત ગુંગળામણને કારણે ગુમાવ્યા હતા. સુરતમાં પલસાણા – કડોદરા રોડ પરની ઘટના સામે આવી છે. જેમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગૂંગળામણના કારણે મોત થયા. આ પહેલી વાર નથી પરંતુ અનેક વખત આવા કિસ્સાઓ આવી રહ્યા છે.

4 Laborers Who Came Down To Clean The Tank In Surat Died Due To Suffocation  | Surat: સુરતમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકોના ગૂંગળાઇ જવાથી મોત

નવા વર્ષે ચાર મજુરોના મોત ગુંગળામણને કારણે થયા

એક તરફ આપણે વિકાસની વાતો કરીએ છીએ, પરંતુ હજી સુધી એવી સિસ્ટમ નથી વિકસાવી શક્યા કે જે મજુરોના જીવને બચાવી શકે! ટાંકી સાફ કરવા, ગટર સાફ કરવા જ્યારે શ્રમિકો નીચે ઉતરે છે ત્યારે તેમના જીવન પર સંકટ રહેલું હોય છે. નાના માણસના જીવનની કોઈ કિંમત જ નથી એવું વિચારવા માટે આવી ઘટનાઓ મજબૂર કરે છે. સુરતમાં નવા વર્ષના દિવસે એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાર મજુરોના મોત ગુંગળામણને કારણે થયા છે. 

Surat Accident News : પલસાણા ખાતે આવેલી મિલમાં બની ગોઝારી ઘટના, ટાંકી સાફ  કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગુંગળાઇ જતા મોત, surat-workers-who-went-to-clean- tank-fell-unconscious-due-to ...

ટાંકી સાફ કરવા માટે નીચે ઉતર્યા હતા મજુરો 

આ અંગે મળતી માહિતી અનુસાર , કડોદરા રોડ પર આવેલ રાજહંશ ટેક્ષ નામની મિલમાં ઈન્ફ્યુલેન્ટ ટ્રીટમેન્ટની 20-25 ફૂંટ ટાંકાની સફાઈ કરવા માટે 4 જેટલા શ્રમિકો અંદર ઉતર્યા હતા. આ દરમિયાન તેઓને ગૂંગળામણ થવા લાગી હતી.બીજી તરફ આ બનાવની જાણ થતાં કામરેજ અને બારડોલી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં ફાયર વિભાગના જવાનોએ ટાંકામાંથી 4 શ્રમિકોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. થોડા સમય પહેલા ભાવનગરથી આવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં ગટર સાફ કરવા ઉતરેલા મજુરનું મોત ગુંગળામણને કારણે થયું હતું.  


ક્યારે બદલાશે આવી પરિસ્થિતિ? 

ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ બની રહી છે. સતત બનતી આવી ઘટનાઓ સામાન્ય લોકોને વિચારવા મજબૂર કરી રહી છે કે આ લોકોની સુરક્ષા માટે પણ યોગ્ય પગલા લેવાવા જોઈએ. સામાન્ય માણસના વિચારવાથી કંઈ નથી બદલાનું પરંતુ ત્યારે બદલાશે જ્યારે સરકાર તેમની સુરક્ષા માટે કોઈ પગલા લેશે. સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવી રહ્યા આ તેનું ઉદાહરણ છે. સરકારને જાણ હોવા છતાંય આવી ઘટનાઓને નજરઅંદાજ જાણી જોઈને કરતી હોય તેવું લાગી રહ્યું છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.