Andhra Pradeshમાં સર્જાયો ટ્રેન અકસ્માત, પેસેન્જર ટ્રેન એકબીજા સાથે અથડાઈ થયા નિર્દોષ લોકોના મોત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-30 09:12:38

થોડા સમય પહેલા ઓડિશામાં ટ્રેન અકસ્માત થયો હતો જેમાં અનેક લોકોના મોત થયા હતા. એ અકસ્માતમાં ત્રણ પેસેન્જર ટ્રેન એક-બીજા સાથે અથડાઈ હતી. ત્યારે આંધ્રપ્રદેશમાં ફરી એક ટ્રેન અકસ્માત સર્જાયો છે. રવિવાર સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ બે પેસેન્જર ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટના આંધ્રપ્રદેશના વિજિયનગરમ જિલ્લામાં સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અંદાજીત 13 લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ ટ્રેને પાછળથી વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર એક્સપ્રેસને ટક્કર મારી, જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ. બંને ટ્રેન વચ્ચે અકસ્માત થતા ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ અથડામણ કાંટાકપલ્લે અને અલામંદા રેલવે સ્ટેશન વચ્ચે થઈ હતી.

 


મૃતકોનો આંકડો વધે તેવી સંભાવના 

ટ્રેન અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. થોડા સમય પહેલા ઓડિશામાં ટ્રેન અકસ્માત થયો હતો જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે આંધ્રપ્રદેશમાં રવિવાર રાત્રે ભીષણ ટ્રેન અકસ્માત સર્જાયો હતો. બે ટ્રેન વચ્ચે ટક્કર થઈ હતી જેમાં 13 લોકોના મોત થયા છે. પહેલા મોતનો આંકડો 11 હતો પરંતુ તે બાદ આંકડો 13 પર પહોંચી ગયો. આ આંકડો હજી વધી પણ શકે છે. ટ્રેન અકસ્માત સર્જાતા ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનાને કારણે અનેક ટ્રેનોને ડાઈવટ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.  

કેવી રીતે સર્જાયો ટ્રેન અકસ્માત?

ન્યુઝ એજન્સી એએનાઈના પ્રમાણે આ અકસ્માત વિજિયાનગરમ જિલ્લામાં સર્જાયો. વિશાખાપટ્ટનમથી રાયગડા વચ્ચે ટ્રેન જઈ રહી હતી, પરંતુ ઓવરહેડ કેબલ તૂટવાને કારણે બંધ થઈ ગઈ. કેબલ તૂટવાને કારણે ટ્રેન ત્યાંની ત્યાં ઉભી રહી. પાછળથી આવી રહેલા પલાસા પેસેન્જરે ઉભેલી પેસેન્જર ટ્રેનને ટક્કર મારી હતી. ત્રણ કોચ પાટા પરથી ઉતરી ગયા. ઘટનાની તસવીરો સામે આવી છે. આમાં, પાટા પરથી ઉતરેલા કોચ જોવા મળે છે અને આસપાસ લોકોની ભારે ભીડ ભેગી થયેલી જોવા મળે છે.

મૃતકોને સહાય આપવાની કરાઈ જાહેરાત  

દુર્ઘટના સર્જાયા બાદ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને રાહત બચાવ કામગીરી શરૂ કરી દીધી હતા. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોને 2 લાખની સહાય આપવામાં આવશે જ્યારે ઘાયલોને 50 હજારની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત પીએમઓ દ્વારા કરવામાં આવી છે. 

હેલ્પલાઈન નંબર કરાયો જાહેર 

દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી પણ એક્શન મોડમાં આવી ગયા છે. ઘાયલોને  હોસ્પિટલ પહોંચાડવામાં કોઈ તકલીફ ન પડે તે માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વિવિધ જિલ્લાઓથી એમ્બ્યુલન્સને ઘટનાસ્થળ પર પહોંચવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત હોસ્પિટલમાં પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. બીએસએનએલ નંબર - 08912746330, 08912744619. ત્યારે પ્રશ્ન થાય કે ક્યાં સુધી નિર્દોષ લોકોના જીવ આવી દુર્ઘટનાને કારણે જતા રહશે? 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.