વિકાસનો ભોગ લેવાયા વૃક્ષો! 13 વર્ષમાં આ શહેરમાં કપાયા આટલા વૃક્ષો! આંકડો જાણી તમે ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-09-02 14:59:55

વૃક્ષારોપણ કરવા માટે સરકાર અનેક વખત લોકોને અપીલ કરતી હોય છે. વૃક્ષો હશે તો પર્યાવરણની રક્ષા થશે, વૃક્ષો હશે તો સારો વરસાદ આવશે વગેરે વગેરે વાતો આપણે સાંભળતા આવ્યા છીએ. સરકારના અનેક કાર્યક્રમોમાં વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે, પરંતુ તંત્ર દ્વારા જ વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે. આપણે તો વિકાસ તરફ આગળ વધી રહ્યા છીએ પરંતુ પ્રકૃતિને પર્યાયવરણને આપણે પાછળ ઘકેલી રહ્યા છીએ. શહેરમાં અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. અનેક નવા પ્રોજેક્ટ, નવા સાઈટનું ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે પરંતુ તે વિકાસનો ભોગ વૃક્ષો બની રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર અમદાવાદમાં છેલ્લા 13 વર્ષમાં 1684 વૃક્ષોને જડમૂળથી કાપી નાખવામાં આવ્યા છે.  


13 વર્ષમાં કપાયા 1684 ઝાડ!

ગુજરાતમાં અનેક વિકાસના કામો થતા રહેતા હોય છે. અનેક પ્રોજેક્ટો ચાલતા રહે છે. ક્યાંક બ્રિજનું નિર્માણ ચાલતું હોય છે તો ક્યાંય રસ્તાનું નિર્માણ ચાલતું હોય છે. આની પહેલા પણ અનેક પ્રોજેક્ટો પૂર્ણ થયા છે. પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે અનેક વૃક્ષોને કાપવામાં આવ્યા છે. વિવિધ પ્રોજેક્ટોને લઈ છેલ્લા 13 વર્ષમાં 1684 વૃક્ષોને ધરાશાયી કરવામાં આવ્યા છે. આ આંકડા અમદાવાદના હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના લઘુમતી વિભાગના કામચલાઉ ચેરમેન અતિક સૈયદે એક માગ કરી છે કે જેટલા વૃક્ષો કાપવામાં આવ્યા છે તેટલા વૃક્ષો ઉગાડવામાં આવે. શહેરમાં વોટર, બીઆરટીએસ, ઈજનેર, રોડ, ડ્રેનેજ, હાઉસિંગ સહિતના પ્રોજેક્ટની કામગીરી નડતરરૂપ થતા વૃક્ષોને કાપી દેવામાં આવ્યા છે. અને જેટલી સંખ્યામાં વૃક્ષોને કાપવામાં આવે છે તેટલા વૃક્ષો વાવવામાં આવતા નથી.


આ પ્રોજેક્ટ અંતર્ગત કપાયા વૃક્ષો 

જ્યારે પણ કોઈ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે છે ત્યારે જો વૃક્ષો કાપવા પડે તેવી પરિસ્થિતિ હોય તો આવા સંગોજોમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની પરમિશન લેવી પડતી હોય છે. રસ્તાનું નિર્માણ કરવું હોય અથવા તો રસ્તાને પહોળા કરવા હોય તો વૃક્ષોને કાપવામાં આવતા હોય છે. છેલ્લા 13 વર્ષમાં રસ્તો પહોંળા કરવા માટે 922 વૃક્ષોનો નાશ જળમૂળથી કરવામાં આવ્યો છે. જ્યારે બ્રિજ બનાવવા માટે 347 જેટલા વૃક્ષોને કાપવામાં આવ્યા છે જ્યારે પાઈપ લાઈન નાખવાની કામગીરી દરમિયાન 323 વૃક્ષોનો ભોગ લેવાયો છે.       



આ રહ્યું ઝોન વાઈઝ લિસ્ટ!

જો ઝોન વાઈઝ કાપવામાં આવેલા વૃક્ષોની વાત કરીએ તો, 300 જેટલા ઝાડ ઉત્તર ઝોનમાં કાપવામાં આવ્યા છે, 216 જેટલા ઝાડનો ભોગ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં લેવાયો છે, પૂર્વ ઝોનમાં 82 જેટલા ઝાડોને કાપવામાં આવ્યા છે, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 462 જેટલા વૃક્ષો ધરાશાયી કરાયા છે. પશ્ચિમ ઝોનમાં 473 જેટલા વૃક્ષોને તોડી નખાયા છે. મધ્ય ઝોનમાં 3 ઝાડને કાપવામાં આવ્યા છે જ્યારે દક્ષિણ ઝોનમાં 148 જેટલા વૃક્ષો કાપવામાં આવ્યા છે. મહત્વનું છે કે એક તરફ સરકાર વૃક્ષારોપણની વાતો કરે છે, લોકોને વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરે છે. તો બીજી તરફ વિકાસના નામે, વિકાસના નામોમાં સરકાર જ વૃક્ષોનું મહત્વ ભૂલી જાય છે. ત્યારે સરકારે પણ વૃક્ષોના મહત્વને સમજવું પડશે.   



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.