Gujaratના આ જિલ્લાઓમાં આવશે મુસીબતનું માવઠું! જાણો Ambalal Patel અને હવામાન વિભાગે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-11-27 08:40:45

રાજ્યમાં ગઈકાલથી શિયાળામાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતના પાકને મોટા પાયે નુકસાન થયું છે. અનેક જગ્યાઓ પર ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક કરા પડ્યા હતા. ગુજરાતનું વાતાવરણ આબુ જેવું બન્યું હતું. મળતી માહિતી અનુસાર સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગરના ચુડામાં વરસાદ વરસ્યો છે.  

Meteorological department's 4-day rain forecast | ગાજવીજ સાથે કમોસમી વરસાદ,  ડાંગરને 50 ટકા નુકસાની - Divya Bhaskar

આ જિલ્લાઓમાં આવી શકે છે માવઠું! 

ત્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં આસમાની આફત આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં માવઠું આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે કમોસમી વરસાદ થઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે અનેક લોકોના વીજળીને કારણે મોત થયા છે જ્યારે અનેક પશુ પણ આ માવઠાને કારણે મોતને ભેટ્યા છે. 

Gondal : વહેલી સવારથી કમોસમી વરસાદ, યાર્ડમાં વેપારીઓની જણસી પલળી

Various areas were flooded in Himmatnagar; Woman dies due to lightning in  Kabso Garha | હિંમતનગરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા; કાબસો ગઢામાં વીજળી  પડતા મહિલાનું મોત - Divya Bhaskar

અંબાલાલ પટેલ કેવી રીતે બન્યા વરસાદની આગાહીના માસ્ટર - KalTak 24 News

અંબાલાલ પટેલે કમોસમી વરસાદ માટે કરી આ આગાહી!

આગાહી અનુસાર સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદી ઝાપટા છૂટાછવાયા વરસી શકે છે. દમણ, દાદરા નગર હવેલી તથા અમરેલી, ભાવનગર માટે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.  તે ઉપરાંત અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, બોટાદમાં માવઠું આવી શકે છે. હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ અને વેરાવળ, જામનગરમાં વરસાદની સંભાવના છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.