Hit And Run કાયદાનો રાજ્યભરમાં ટ્રક ડ્રાઈવરો કરી રહ્યા છે વિરોધ, Congressના ધારાસભ્ય Anant Patel આવ્યા ડ્રાઈવરોના સમર્થનમાં, જુઓ Video


  • Published By :
  • Published Date : 2024-01-02 10:30:13

શનિવારથી ટ્રક ડ્રાઈવરો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. ડ્રાઈવરોએ અનેક રસ્તાઓ ચક્કાજામ કર્યા છે. ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશભરથી આવા વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે. અકસ્માતના નવા કાયદા અંગે રાજ્યમાં ટ્રક ડ્રાઇવરોએ અનેક જગ્યાઓએ ચક્કાજામ કરીને હડતાળ પાડીને વિરોધ નોંધાયો છે. આ હડતાળને લઈને કોંગ્રેસના એક ધારાસભ્ય ડ્રાઇવરોના સમર્થનમાં પહોંચ્યા હતા.આ કાયદામાં વાહન અકસ્માતના ગુનામાં માલવાહક વાહનના ડ્રાઈવરને અકસ્માતના કિસ્સામાં 10 વર્ષ સુધીની જેલ તેમજ ફરીથી વાહનચાલકને લાઈસન્સ મળે જ નહીં તેવી જોગવાઈઓ છે. જેની સામે ટ્રકચાલકોમાં ઉગ્ર રોષ છે.

ટ્રક ડ્રાઈવરોના સમર્થનમાં આવ્યા ધારાસભ્ય અનંત પટેલ

અકસ્માતના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હિટ એન્ડ રનમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે. અકસ્માત સર્જનાર ઘાયલ વ્યક્તિને રસ્તા પર તડપતા મૂકીને ફરાર થઈ જાય છે. હોસ્પિટલ પણ ખસેડવામાં નથી આવતા. અનેક બાબતોને ધ્યાનમાં રાખી અકસ્માતના નવા કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા કાયદા અંતર્ગત અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને 10 વર્ષની સજા તેમજ ફાઈન ભરવાનો રહેશે. જોકે અકસ્માત બાદ નજીકના પોલીસ સ્ટેશને સરેન્ડર થનાર ડ્રાઈવરને આ કાયદો લાગુ નહીં થાય. અકસ્માત સ્થળે ટ્રક પડી હશે તો પણ નવા કાયદાની સજા લાગુ નહીં પડે. નવો કાયદો "હિટ એન્ડ રન"ની વ્યાખ્યામાં આવતો કાયદો, જે તમામ ડ્રાઈવરોને લાગુ પડશે. આંદોલનના નામે કયાંય પણ કાયદો વ્યવસ્થા ન ખોરવાય તે માટે એસોસિયેશન દ્વારા ડ્રાઈવરોને અપીલ પણ કરવામાં આવી છે. તો બીજી તરફ આ આંદોલનમાં રાજકીય વ્યક્તિઓ પણ જોડાયા છે



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.