Twitter પેઇડ સબસ્ક્રિપ્શન સર્વિસ ભારતમાં શરૂ, Blue Tick માટે દર મહિને ચૂકવવો પડશે આટલો ચાર્જ


  • Published By :
  • Published Date : 2023-02-09 13:45:38

માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે આખરે ભારતમાં તેની પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસ ટ્વિટર બ્લુ લોન્ચ કરી છે. ભારતમાં મોબાઈલ યુઝર્સને બ્લુ ટિક મેળવવા અને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસની સુવિધાઓનો ઉપયોગ કરવા માટે દર મહિને 900 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે કંપનીએ 650 રૂપિયામાં સૌથી ઓછી કિંમતનો પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્લાન જાહેર કર્યો છે. આ પ્લાન વેબ યુઝર્સ માટે છે. 


ટ્વિટર બ્લુ યુઝર્સને આ સુવિધાઓ મળશે


Twitterના જણાવ્યા અનુસાર, પેઇડ સબસ્ક્રિપ્શન લેનારા યુઝર્સને એડિટ ટ્વીટ બટન, 1080p વીડિયો અપલોડ, રીડર મોડ અને બ્લુ ટિકની સુવિધા મળશે. અત્રે ઉલ્લેખનિય છે કે કંપનીએ તેની જૂની વેરિફિકેશન પ્રક્રિયામાં પણ ફેરફાર કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, જૂના બ્લુ ટિક એકાઉન્ટ ધારકોને તેમની બ્લુ ટિક જાળવી રાખવા માટે થોડા મહિનાનો ગ્રેસ પીરિયડ આપવામાં આવશે. એટલે કે, તેમણે તેમના એકાઉન્ટ પર બ્લુ ટિક જાળવવા માટે થોડા સમય પછી સબસ્ક્રિપ્શન પણ લેવું પડશે.


આ દેશોમાં છે પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન 


ટ્વિટરે ગયા વર્ષે જ ટ્વિટર બ્લુને નવા સ્વરૂપમાં રજૂ કર્યું હતું. તે અગાઉ યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને જાપાન સહિતના કેટલાક દેશોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે Twitterની કમાન સંભાળ્યા પછી, કંપનીના નવા બોસ એલોન મસ્કે કંપનીની આવક વધારવા અને ખર્ચ ઘટાડવા માટે ઘણા મોટા નિર્ણયો લીધા હતા અને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસ પણ તે નિર્ણયો  પૈકીનો એક હતો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે