ધ્રાંગધ્રાના વીરેન્દ્રગઢ-કૂડા રોડ પર કારમાંથી વિદેશી દારૂની 394 બોટલ સાથે બે આરોપીની ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-01-05 21:36:21

ગુજરાતમાં દરરોજ દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે, રાજ્યમાં જેટલો દારૂ પકડાય છે તેનાથી અનેક ગણા દારૂનું તો વેચાણ થાય છે. આજે ધ્રાંગધ્રા તાલુકાના વિસ્તારના વિરેન્દ્રગઢ-કુડા રોડ પર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલો નંગ 394  રૂ.2,08450/-તથા અન્ય રૂ.7,13,450/- નો મુદ્દામાલ અને હુન્ડાઇ ગાડી સહિત કુલ રૂ.921,900 નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દારૂની તસ્કરી કરતા મૂળ રાજસ્થાનના બે શખ્સની પણ ધરપકડ કરી છે.


બાતમીના આધારે કાર્યવાહી


ધ્રાંગધ્રા તાલુકા સીની પો.સબ ઇન્સ. આર.જે.જાડેજા તથા ધ્રાંગધ્રા સર્વલન્સ સ્ટાફનાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે વિરેન્દ્રગઢ કુડા રોડ પર ખોટી નંબર પ્લેટ લગાડેલી હુન્ડાઇ કંપનીની આઇ-20 રજી નં.જીજે.12 ઈઈ 5241 ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી ગાડીમાથી ભારતીય બનાવટનો પ્રરપ્રાતીય વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની બોટલો નંગ 394 કુલ કિ.રૂ.2,08450/- તથા અન્ય મુદ્દામાલ કિ.રૂ. 7,13,450/-મળી કુલ મુદ્દામાલ કુલ કી.રૂ.9,21,900 નો મુદ્દામાલ પકડી પાડી પ્રોહીબીશન એક્ટ મુજબ ધોરણસર ની કાર્યવાહી કરેલ છે. તે ઉપરાંત પોલીસે  મુકેશભાઇ રૂગનાથરામ ગુરુ જાતે બીસ્નોઇ રહે જોટડા તા. ચીતલવાના જી.સાચોર મુળ રહે ધમાણકા ગોલીયા તા.ધમાના જી.ઝાલોર (રાજસ્થાન) તથા આરોપી નં. (2) ડ્રાઇવર રામજાણી રહે ભોણીયા તા.ધોરીમનાર જી.બાડમેર રાજસ્થાનની ધરપકડ કરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે