ત્યાગવલ્લભ સ્વામી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ, રૂ.32.26 કરોડનું કૌભાંડ કર્યાનો આરોપ, ધરપકડથી બચવા સ્વામી ફરાર


  • Published By :
  • Published Date : 2023-06-23 22:13:52

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રીમાં સંપ્રદાયના સાધુઓને ધનનો સ્પર્શ કરવાનો પણ નિષેધ કર્યો છે. જો કે કાળક્રમે સંપ્રદાયના સાધુ-સંતો ભગવાને કરેલી આજ્ઞા ભૂલી ગયા છે. હાલ હરિધામ સોખડાના ત્યાગવલ્લભ સ્વામી સામે નોંધાયેલી ફરિયાદના કારણે ચકચાર મચી ગઈ છે. રાજકોટની આત્મીય યુનિવર્સિટીના ત્યાગવલ્લભ સ્વામી સામે રૂ. 32.26 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો છે.રાજકોટ પોલીસે ત્યાગવલ્લભ સ્વામી સહિત 5 લોકો સામે કરોડોના કૌભાંડની ફરિયાદ નોંધી છે. પોતાની વિરૂદ્ધ ફરિયાદ દાખલ થતાં જ સ્વામી ત્યાગવલ્લભ ફરાર થઈ ગયા છે. 


આગોતરા જામીન અરજી અંગે સોમવારે સુનાવણી 


ત્યાગવલ્લભ સ્વામી સહિત તેમના મળતીયાઓએ ધરપકડથી બચવા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેના પર સોમવારે સુનાવણી હાથ ધરાશે. પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને બેંક તથા ચેરિટી કમિશનરની ઓફિસ પાસે આત્મીય ટ્રસ્ટના આર્થિક વ્યવહારોની વિગતો માંગી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ત્યાગ વલ્લભ સ્વામી પર 32.26 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. હરિધામ સોખડા સાથે સંકળાયેલા ત્યાગવલ્લભ સ્વામી પર 20 બેંક ખાતા દ્વારા આ છેતરપિંડી કરવાનો આરોપ છે. આ સમગ્ર કૌભાંડ રાજકોટ સ્થિત આત્મીય યુનિવર્સિટી સાથે સંબંધિત છે. પોલીસના જણાવ્યા અનુસાર સ્વામી કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભુગર્ભમાં ઉતરી ગયા છે. આત્મીય યુનિવર્સિટીના નામે કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ ત્યાગની મૂર્તિ એવા ત્યાગ વલ્લભ સ્વામી અને તેમના મળતીયાઓ ફરાર થઇ ગયા છે. ત્યાગવલ્લભ સ્વામી જે ઓફિસમાં બેસીને કૌભાંડનો વહીવટ કરતા હતા તે ઓફિસના પ્રવેશદ્વાર પર મીડિયા સહિત તમામના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. એટલું જ નહીં માત્ર સ્ટાફ અને ખાસ અનુયાયીઓ સિવાય તમામની એન્ટ્રી પર રોક લગાવી દેવાઇ છે. રાજકોટ પોલીસના જણાવ્યા મુજબ ત્યાગ વલ્લભ સ્વામીની શોધખોળ ચાલી રહી છે. 


ચેરીટીની રકમનો ઉપયોગ અંગત કાર્યો માટે 


સાધુ ત્યાગવલ્લભદાસસ્વામીએ જુદા જુદા સમયે ટ્રસ્ટમાંથી તથા ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્થાઓમાંથી મોટે પાયે રોકડ રકમો બેંક ખાતાંમાંથી ઉપાડી એને પોતાના અંગત હેતુ માટે ઉપયોગમાં લીધી હતી. પોતાની માલિકીની રકમ હોય એ રીતે તમામ રકમને ઉચાપત કરવાના ઇરાદાથી કોઈપણ કર્મચારીઓને ચૂકવાયેલા ન હોવા છતાં આ રકમને સેલરી એકાઉન્ટ ખાતે ઉધારી હતી. ભૂતિયા કર્મચારીઓના નામે તથા ગેરકાયદે રોકડ વ્યવહારથી રૂપિયા 30 કરોડની અંગત લાભ માટે ઉચાપત કરી છે. ત્યાગવલ્લભ સ્વામી પર આરોપ છે કે તેમણે ચેરિટીમાં મળેલી રકમનો ઉપયોગ પોતાના અંગત કાર્યોમાં કર્યો છે. સેવકો વતી આ આક્ષેપ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, ત્યાગ વલ્લભ સ્વામી પર એવા આરોપો છે કે તેમણે મનસ્વી રીતે કામ કર્યું અને પોતાના હિસાબે ફંડનો ખર્ચ કર્યો. ત્યાગ વલ્લભ સ્વામીએ નાણાકીય વ્યવહારો માટે લગભગ 20 ખાતા ખોલ્યા હતા. એટલું જ નહીં આ તમામ ખાતા સત્સંગીઓના નામે હોવાનું બહાર આવ્યું છે. જેમાંથી 9 બેંક ખાતા મહિલા સત્સંગીઓના નામે હોવાનું બહાર આવ્યું છે. આરોપ છે કે તેણે આ તમામ બેંક ખાતા અને જમીનના દસ્તાવેજો પોતાની પાસે રાખ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે