Vande Bharat Express: ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસને પાટા પરથી ઉતારવાનું કાવતરું નિષ્ફળ, જાણો શું હતું ષડયંત્ર


  • Published By :
  • Published Date : 2023-10-02 20:34:33

દેશમાં સુપર ફાસ્ટ ટ્રેનોનું નેટવર્ક વિકસાવવાના હેતુથી અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જો કે દેશવિરોધી તત્વો આ ટ્રેન નેટવર્ક સફળ ન બને તે માટે અવારનવાર ષડયંત્રો રચતા રહે છે. આજે ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસ સાથે મોટી દુર્ઘટના ટળી હતી. આ ટ્રેનના રૂટ પર ભીલવાડા પાસે રેલવે ટ્રેક પર પથ્થરો મળી આવ્યા હડકંપ મચી ગયો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ટ્રેનની આગળના રેલવે ટ્રેક પર અમુક અંતરે પથ્થરો રાખવામાં આવ્યા છે.


મોટી દુર્ઘટના ટળી


વંદે ભારત એક્સપ્રેસ સોમવારે સવારનાં 9.55 વાગ્યે માવલી-ચિતોડગઢ થઈને સવારે ગંગરારથી આગળ સોનીયાના સ્ટેશનની વચ્ચે ટ્રેનની પટરી પર આ પથ્થર અને લોખંડનાં સળિયા મળ્યાં હતા. તેના પરથી ટ્રેન ચાલી પણ ગઈ પરંતુ ટ્રેન ચાલકની ચતુરાઈનાં કારણે ટ્રેનને રોકી દેવામાં આવી. વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેનમાંથી નીચે ઉતર્યા બાદ કર્મચારીઓ તે પથ્થરોને હટાવતા જોવા મળે છે. પથ્થરોની સાથે તેમાં લોખંડની કડીઓ પણ જોવા મળી રહી છે. જો તેના ઉપરથી કોઈ ટ્રેન દોડી ગઈ હોત તો ચોક્કસપણે મોટી દુર્ઘટના સર્જાઈ હોત.


પોલીસે શરૂ કરી તપાસ


આ ષડયંત્ર અંહે રેલ્વે અધિકારીઓને જાણ થતાં  તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાટા પર ગોઠવેલા સળિયાં અને પથ્થરો દૂર કર્યાં હતા. આ ઘટનાને લઈને પોલીસ, રેલ્વે વિભાગ અને CRPFને જાણ કરવામાં આવી. ટ્રેનને રવાના કર્યાં બાદ રેલ્વેનાં અધિકારીઓ તપાસમાં લાગી ગયાં છે કે આખરે કોણે આ કૃત્ય કર્યું છે. અધિકારીએ કહ્યું કે જેણે પણ આ કામ કર્યું હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


PM મોદીએ 24 સપ્ટેમ્બરે લીલી ઝંડી બતાવી હતી


24 સપ્ટેમ્બરથી ઉદયપુર-જયપુર વંદે ભારત સ્પેશિય ટ્રેનને ઉદયપુરથી લીલી ઝંડી આપવામાં આવી હતી. આ ટ્રેન ઉદયપુર, ચિત્તોડગઢ, ભીલવાડા, અજમેર અને જયપુર સહિત રાજ્યના પાંચ જિલ્લાઓમાંથી પસાર થાય છે અને રસ્તામાં કિશનગઢ, અજમેર, ભીલવાડા, ચંદેરિયા, માવલી ​​જંકશન અને રાણા પ્રતાપ નગર સ્ટેશનો પર ઉભી રહે છે. વંદે ભારત એક્સપ્રેસ સવારે 7.50 વાગ્યે ઉદયપુરથી ઉપડે છે અને બપોરે 1.50 વાગ્યે જયપુર પહોંચે છે. તે પાછી સાંજે 4 વાગ્યે જયપુરથી નીકળે છે અને રાત્રે 10 વાગ્યે ઉદયપુર પહોંચે છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .