નવા સંસદ ભવનના ઉદ્ધાટન દરમિયાન રાષ્ટ્રપતિની ગેરહાજરીને લઈ ઉદયનિધિ સ્ટાલિને ઉઠાવ્યા સવાલ, કહ્યું


  • Published By :
  • Published Date : 2023-09-21 11:09:51

સનાતન ધર્મને લઈ તમિલનાડુ સીએમના પુત્ર ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સનાતન ધર્મને લઈ નિવેદન આપ્યું તે બાદ રાજકારણ ગરમાયું હતું. સનાતન ધર્મ માટે તેમણે કહ્યું હતુંકે સનાતન ધર્મ ડેન્ગ્યુ-મલેરિયા જેવો છે, ખતમ કરવો જરૂરી છે. ત્યારે ફરી એક વખત ઉદયનિધિ સ્ટાલિને વિવાદિત નિવેદન આપ્યું છે. સ્ટાલિને નવા સંસદ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ ન આપવા બદલ સવાલો ઉઠાવ્યા છે. સ્ટાલિને કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુને એટલા માટે ન બોલાવાયા કેમ કે તે વિધવા છે અને આદિવાસી સમુદાયથી સંબંધ ધરાવે છે.    

નવા સંસદ ભવનના ઉદ્ધાટન કાર્યક્રમમાં જોવા મળી હતી રાષ્ટ્રપતિની ગેરહાજરી!

નવા સંસદ ભવનને લઈ રાજનીતિ તો થઈ રહી છે. વિપક્ષ દ્વારા અનેક વખત નવા સંસદ ભવનને લઈ નિવદનો આપવામાં આવતા હોય છે. ઈતિહાસને બદલવા માગે છે સહિતના નિવેદનો સામે આવ્યા હતા. નવા સંસદ ભવનનું ઉદ્ધાટન થઈ ગયું, ગણેશ ચતુર્થીના દિવસે સાંસદો નવા સંસદ ભવનમાં શિફ્ટ થયા હતા. વિશેષ સત્રની કાર્યવાહી બીજા દિવસથી નવા સંસદ ભવનમાં થઈ રહી છે. ત્યારે નવા સંસદ ભવનના ઉદ્ધાટનમાં રાષ્ટ્રપતિની ગેરહાજરી જોવા મળી હતી. સાંસદો હાજર હતા પરંતુ રાષ્ટ્રપતિ હાજર ન હતા. રાષ્ટ્રપતિને આમંત્રણ નથી આપવામાં આવ્યું તેવી વાત ઉદયનિધિએ કરી છે. અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. 


ઉદયનિધિ સ્ટાલિને આમંત્રણ ન આપવાને લઈ ઉઠાવ્યા સવાલ!

ઉદયનિધિએ એ વાત પર વધારે ભાર મૂક્યો કે આશરે 800 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા નવા સંસદ ભવનનો પ્રોજેક્ટ યાદગાર છે. તેમ છતાં ભારતના પ્રથમ નાગરિક હોવા છતાં રાષ્ટ્રપતિ મુર્મુને આમંત્રિત ન કરાયા કેમ કે તેમની આદિવાસી પૃષ્ઠભૂમિ અને એક વિધવા હોવાને લીધે તેમને આ કાર્યક્રમથી દૂર રાખવામાં આવ્યા. વધુમાં ઉદયનિધિએ કહ્યું કે તમિલનાડુથી અધિનમોને બોલાવ્યા પણ ભારતના રાષ્ટ્રપતિને ન બોલાવ્યા. કેમ કે તે વિધવા છે અને આદિવાસી સમુદાયથી છે, શું આ સનાતન ધર્મ છે?     


સનાતન ધર્મને લઈ આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન 

મહત્વનું છે કે થોડા સમય પહેલા સનાતન ધર્મને લઈ તેમણે નિવેદન આપ્યું હતું જેને કારણે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઉદયનિધિ સ્ટાલિને ચેન્નાઈના થેનામપેટમાં તમિલનાડુ પ્રોગ્રેસિવ રાઈટર્સ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમનું શીર્ષક હતું – સનાતન ઓઝિપ્પૂ માનાડૂ એટલે કે સનાતનને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટેનું પરિષદ. આ કોન્ફરન્સમાં ઉદયનિધિએ કહ્યું કે "કેટલીક બાબતો એવી છે જેને આપણે ખતમ કરવી પડશે. અમે માત્ર વિરોધ કરી શકતા નથી. મચ્છર, ડેન્ગ્યુ તાવ, મેલેરિયા, કોરોના, આ બધી એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી. આપણે તેમને સમાપ્ત કરવા પડશે. સનાતન ધર્મ પણ આવો છે. ઉદયનિધિએ કહ્યું કે સનાતન ધર્મને નાબૂદ કરવા માટે આ સંમેલનમાં મને બોલવાની તક આપવા બદલ હું આયોજકોનો આભાર માનું છું. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.