ઉનાના BJPના MLA કે સી રાઠોડનું વિપક્ષના નેતાઓને ભાજપમાં જોડાવા ખુલ્લુ આમંત્રણ, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-02-11 17:51:12

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભાજપે તો પાર્ટીમાં જોડાવા માટે રીતસર ભરતી મેળો શરૂ કર્યો છે. ભાજપના નેતાઓ વિપક્ષન કાર્યકરો અને નેતાઓને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપી રહ્યા છે. ભાજપના ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે પણ આ મુદ્દે એક નિવેદન આપ્યું છે.  ઉનાના ભાજપના ધારાસભ્ય કે. સી. રાઠોડે મોટું નિવેદન આપતા કહ્યું કે ભાજપમાં ભરતીમેળો શરૂ છે આવી જાઓ. કેસી રાઠોડનું આ નિવેદન સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થયું છે. 


 કે સી રાઠોડે શું કહ્યું?


ઉનાના ભાજપના ધારાસભ્ય કે સી રાઠોડનું એક નિવેદન આજકાલ ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે વિપક્ષના ધારાસભ્યો અને પદાધિકારીઓને ઉદ્દેશીને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે "સત્તા વગરના હવાતિયાં મારતા લોકો આવી ભાજપમાં જોડાઈ જાઓ. ભાજપમાં ભરતીમેળો શરૂ છે આવી જાઓ. જો કે ધારાસભ્ય કે સી રાઠોડે પોતાના વક્તવ્યમાં ભરતીમેળાને લઇ મોટી ચોખવટ કરી હતી. ભાજપમાં ભરતી મેળો ચાલું છે પણ એક શરત છે કે હોદ્દા સાથે નહીં કાર્યક્રર બનીને આવવું હોઈ તો હું વેલકમ કરું છું. પ્રજાના કામ કરવા હોઈ તો કાર્યકર બનીને આવો."



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.