વિકાસ સપ્તાહ હેઠળ ફીટ ઇન્ડિયાનું અભિયાન, રેડ ક્રોસ સાથે મળીને મીડિયા કર્મીઓનું બોડી ચેકઅપ કરાવાયુ


  • Published By :
  • Published Date : 2024-10-15 17:08:57

દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે.. વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.. ત્યારે અમદાવાદ ખાતે મીડિયા કર્મીઓ માટે વિશેષ મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો.. 

વિકાસ સપ્તાહ અંતર્ગત મીડિયા કર્મીઓ માટે કરાયું ખાસ આયોજન

આપણે ત્યાં કહેવાયું છે કે પહેલું સુખ તે જાતે નર્યા.. જો આપણે સાજા હોઈશું તો આપણે કામ કરી શકીશું.. ત્યારે મીડિયા કર્મીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.. વિકાસ સપ્તાહ નિમીત્તે ગુજરાત સરકારના માહિતી ખાતા અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મીઓ માટે  હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમ 'ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા'નો શુભારંભ કરવામાં આવ્યો છે..


શું કહ્યું મુખ્યમંત્રીએ?

મુખ્યમંત્રી દ્વારા આનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસામાન્ય માટે આરોગ્ય સુખાકારીની ચિંતા કરીને ફિટ ઈન્ડિયાની કલ્પના આપી છે.. મીડિયા કર્મીઓ માટે તેમણે કહ્યું કે પત્રકારિતાને લોકશાહીનો ચોથો સ્તંભ ગણાવતાં કહ્યું હતું કે, જનતાનો અવાજ બનતા પત્રકારો સ્વસ્થ-તંદુરસ્ત હશે તો પત્રકારિતા થકી સમાજને જાગૃત રાખવાનું કામ સારી રીતે કરી શકશે.  



ઇટાલી અને ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ વચ્ચે સ્ટારલિંકનું ઈન્ટરનેટ આપવાને લઇને વાર્તાલાપ પડી ભાંગ્યો છે . આ પાછળ ઇટાલીની સરકાર પર ત્યાંના વિરોધ પક્ષે જોરદાર દબાણ ઉભું કર્યું હતું . આ ઉપરાંત ઈલોન મસ્કની જે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નિકટતા છે તેના લીધે પણ આ વાર્તાલાપ પડી ભાંગ્યો છે. ઈલોન મસ્ક હાલના સમયમાં સમગ્ર વિશ્વમાં જોરદાર વિરોધનો સામનો કરી રહ્યા છે.

વ્યક્તિ પોતાના ઘરમાં કેટલી રકમ રાખી શકે છે તેના પર કોઈ પ્રતિબંધ નથી. જ્યાં સુધી તમે સાબિત કરી શકો કે તે કાયદેસરના સ્ત્રોત માંથી કમાયા છે અને તમે તેને તમારા આવકવેરા રિટર્નમાં જાહેર કર્યું છે ત્યાં સુધી આ લાગુ રહેશે. જો તમે સાબિત કરી શકતા નથી કે પૈસા કાયદેસર નથી, તો તમને ગંભીર દંડનો સામનો કરવો પડી શકે છે.

6G ઈન્ટરનેટ માટે ચાઈનામાં તડામાર તૈયારીઓ શરુ થઇ ચુકી છે . તો આ બાજુ યુએસમાં નેક્સટજી નામનું અલાયન્સ બનાવવામાં આવ્યું છે . યુરોપમાં નોકિયા , ક્વાલકોમ , એટીએનટી આ 6G ઈન્ટરનેટ માટે કામ કરી રહ્યા છે . ભારત પણ આ રેસમાંથી બહાર નથી . ભારત ૨૦૩૦ના વર્ષ સુધી 6Gમાં ગ્લોબલ લીડર બનવા માંગે છે . આ માટે ભારતે "ભારત 6G પ્રોજેક્ટ" અમલમાં મુક્યો છે .

દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્મા જેમના ઘરે નોટોનો ઢગલો મળી આવ્યો છે . હવે દિલ્હી હાઈકૉર્ટે તેમને ફરજમાંથી મુક્ત કરી દીધા છે . આ બાજુ સુપ્રીમ કોર્ટે આ સંપૂર્ણ ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશન બેસાડ્યું છે . તો હવે જોઈએ કોલેજિયમ યશવંત વર્માને શું સજા ફટકારે છે.