Bharuch લોકસભા બેઠક પર કઈ રીતે BJPના ઉમેદવાર Mansukh Vasava જીતશે તેનું સમીકરણો સમજો! Chaitar Vasavaને મળશે માત!


  • Published By :
  • Published Date : 2024-03-22 18:35:02

ભરૂચ લોકસભા બેઠકની વાત આવે ત્યારે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની તેમજ ઈન્ડિયા ગઠબંધનનમાં ઉમેદવાર ચૈતર વસાવાની વાતો કરતા હોઈએ છીએ. પરંતુ આ બંનેની વાતોમાં આપણે એવા અનેક પરિબળોને ભૂલી જતા હોઈએ છીએ જે ઘણા મહત્વના હોય છે. થોડા સમય પહેલા છોટુ વસાવાએ અલગ પક્ષ બનાવવાની જાહેરાત કરી. પરંતુ આ પક્ષ ભાજપને ફાયદો કરાવશે કે નુકસાન આવો તેને જાણીએ...  

ભાજપ લીડથી જીતવા માટે સામ, દામ, દંડ ભેદનો કરશે ઉપયોગ 

2024 લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રસપ્રદ બની રહી છે. અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ હમણાંથી થઈ રહી છે. બનાસકાંઠા,ભરૂચ, વલસાડ સહિત અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ થઈ રહી છે. આ વખતની ચૂંટણીમાં ખેલ જોરદાર થવાના છે કારણ કે દરેક બેઠક પર ભાજપ અને કોંગ્રેસએ જે ઉમેદવાર ઉતાર્યા છે એ સમીકરણ ઘણા રસપ્રદ છે. ભાજપ પોતાનો 5 લાખથી વધુ લીડનો ટાર્ગેટ પૂરો કરવા સામ, દામ દંડ ભેદ જેવી પદ્ધતિનો ઉપયોગ કરશે. ત્યારે ભરૂચ લોકસભા એક એવી બેઠક છે જ્યાં ભાજપના સમીકરણો બગડી શકે છે કેમ કે છોટુ વસાવાએ નવો પક્ષ રચવાની જાહેરાત કરી દીધી છે. 


છોટુ વસાવાએ નવો પક્ષ બનાવવાની કરી જાહેરાત  

ભરૂચ લોકસભા પર ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનથી ચૈતર વસાવા ચુંટણી લડવાના છે. થોડા સમય પહેલા મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા. મહેશ વસાવા ભાજપમાં આવી જવાથી ભાજપને ફાયદો થશે. પરંતુ આ બધા વચ્ચે છોટુ વસાવાએ નવો પક્ષ " ભારત આદિવાસી સેના"  બનવ્યો છે. પક્ષને લઈ તેમણે નિવેદન આપ્યું છે.   


મહેશ વસાવા બાદ છોટુ વસાવા પણ ભાજપને કરાવી શકે છે ફાયદો 

ભરૂચ લોકસભાની વાત કરી તો ત્યાં આત્યારે મનસુખ વસાવા અને ચૈતર વસાવા જીતવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. આ બધાની વચ્ચે  છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાયા ત્યારે બધાને એવું હતું કે ભાજપ અહિયાં આસાનીથી જીતી જશે પણ છોટુ વસાવાએ નવા પક્ષની જાહેરાત કરી. ઈન્ડિયા ગઠબંધન થતા કોંગ્રેસના નારાજ નેતાઓ અલગ લડવાનું કહે છે આ બધા ફેક્ટર કામ કરશે અને હવે જો છોટુ વસાવ અલગ પક્ષ સાથે લડે છે તો એ ફાયદો ભાજપને થઈ શકે છે. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે મહેશ વસાવા બાદ છોટુ વસાવા પણ ભાજપને ફાયદો કરાવશે.



ચૂંટણીમાં આદિવાસી મતદાતાઓ નિર્ણાયક થાય છે સાબિત  

દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના બેલ્ટમાં આદિવાસીઓની એક કરોડ જેવી વસ્તી છે. ચૂંટણીમાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. ડેડિયાપાડા વિધાનસભા બેઠક 2017માં BTPના ઉમેદવાર એટલે કે મહેશ વસાવા જીત્યા હતા. ત્યારે મહેશ વસાવાની લોકપ્રિયતા ભાજપને પોતાની લીડ સુધી પહોંચાડી શકે છે કે નહીં એ જોવાનું છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી