સમજો કેમ Bharuch Loksabhaનો જંગ પાણીપતનું ચોથું યુદ્ધ સાબિત થશે? શા માટે BJPએ મનસુખ વસાવાને બનાવ્યા ભરૂચ લોકસભા માટે ઉમેદવાર?


  • Published By :
  • Published Date : 2024-03-09 12:42:58

લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીઓ માટે ગમે ત્યારે આચારસંહિતા લાગુ થઈ શકે છે . આ બાજુ BJPએ ગુજરાતમાંથી ૧૫ બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે તો બીજી બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન પણ થઈ ચૂક્યું છે . અને ભરૂચ લોકસભા પરથી INDIA ગઠબંધનના ઉમેદવાર છે ચૈતર વસાવા અને સામે BJP ના ઉમેદવાર છે મનસુખ વસાવા. ત્યારે આજે સમજીએ ભરૂચ લોકસભા ચૂંટણી માટે બીજેપીએ કેમ મનસુખ વસાવાને પસંદ કર્યા? આ પાછળ ભાજપનું શું ગણિત રહેલું છે?  

ચૈતર વસાવાએ બનાવી દીધો ચૂંટણીનો માહોલ!

ભરૂચમાં અનેક વખત મનસુખ વસાવા Vs ચૈતર વસાવા જોવા મળતું હોય છે. એકબીજા પર આડકતરી રીતે અથવા તો સીધી રીતે એકબીજા પર વાર કરવામાં આવતા હોય છે. ભરૂચ લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ચૈતર વસાવા જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ડેડીયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા. જ્યારથી ૨૦૨૩ના ઓક્ટોબર મહિનામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર extortionનો કેસ થયો આ પછી જેલમાં ગયા પછી બહાર આવ્યા ત્યારથી જ ભરૂચ લોકસભા પર ચૈતર વસાવાએ ચૂંટણીનો માહોલ બનાવી લીધો છે.


શું છે ભરૂચ લોકસભા સીટનો ઈતિહાસ? 

ભરૂચ લોકસભાને વિસ્તારથી સમજીએ તો આ ભરૂચ લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ આવે છે. તે છે કરજણ , ડેડીયાપાડા , જંબુસર , વાગરા , ઝઘડીયા , ભરૂચ , અંકલેશ્વર . ૨૦૨૨ની વિધાનસભામાં ડેડીયાપાડા સિવાયની તમામે તમામ બેઠક BJPના ફાળે ગઈ હતી. જયારે એક માત્ર ડેડીયાપાડા પર આમ આદમી પાર્ટી એ વિજય પતાકા  લહેરાવી દીધી હતી.મહત્વનું છે કે ભરૂચ લોકસભા પર ૪૦ ટકા અનુસૂચિત જનજાતિના લોકો છે. આ બેઠક વિશે તમને જણાવી દઈએ કે તે ઓપન સીટ છે. ૧૯૭૭ થી લઈ ૧૯૮૯ સુધી કોંગ્રેસ નેતા અહેમદ પટેલ અહીંથી સાંસદ હતા , આ પછી BJP એ આ સીટ જીતવા ૧૯૮૯માં ચંદુભાઈ દેશમુખને ટિકિટ આપી , અને પછી  BJPએ ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીઓમાં નાંદોદ વિધાનસભા પરથી  આજ ચંદુભાઈ દેશમુખના દીકરી Dr દર્શનાબેન દેશમુખને ટિકિટ આપી હતી .

શું છે બીજેપીનો વોટ શેર?

જો ૧૯૯૦ના દાયકાની વાત કરીએ તો મનસુખ વસાવા છેક ૧૯૯૮ની પેટાચૂંટણીઓથી  ભરૂચ લોકસભાના સાંસદ છે . વાત કરીએ ભરૂચ લોકસભા પરના BJP પરના વોટ શેરની તો ૨૦૦૪ માં આ વોટ શેર ૪૪.૦૧ ટકા હતો આ પછી વધીને ૨૦૧૯માં ૫૫.૪૭ ટકા થઈ ગયો હતો . પંરતુ ૨૦૧૯થી મનસુખ વસાવાનો આ કાર્યકાલ ખુબજ વિવાદોમાં રહેલો છે. તેમણે બહુ જ બધી વાર પોતાની પાર્ટી BJPનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે , જેમ કે ૨૦૨૦માં તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. કારણ કે Ministry Of enviroment એ નર્મદા જિલ્લાના ૧૨૧ આદિવાસી ગામોને " Eco sensitive ZOne "માં નાખી દીધા હતા . જોકે આ પછી બીજા જ દિવસે તેમણે પોતાનું રાજીનામુ પાછું લઈ  લીધું હતું. 


આદિવાસી વિસ્તારમાં ઉમેદવારના ચહેરાને જોઈ થાય છે વોટ!

આ પછી તેમણે BJPમાં બહારથી આવેલા નેતાઓને લઈ આવવા પરનો વિરોધ કર્યો હતો , પાછલા સપ્ટેમ્બરમાં તો તેમણે પોતાની પાર્ટીના નેતાઓ પર ચૈતર વસાવાને બહારથી BJPમાં લઈ લેવા પર ખુલ્લો વિરોધ કર્યો હતો.  હવે BJP પાર્ટી તો ખુબ જ શિષ્ટાચાર વાળી પાર્ટી છે , તેમાં તો જે વિરોધ કરે તે પૂરું થઈ જાય તો પછી મનસુખ વસાવાને કેમ ફરી રિપીટ કરાયા છે ?તો વાત એમ છે કે આદિવાસી વિસ્તારોમાં વોટિંગ પાર્ટી જોઈને નથી થતું પણ ચેહરાઓ પર થાય છે.


પીએમ મોદી મળ્યા હતા મનસુખ વસાવાને!

બીજું કે ફેબ્રુઆરીના મધ્યમાં જયારે મધ્યપ્રદેશના જાબુંઆમાં BJPનું  National Tribal કન્વેનશન ભરાયું ત્યારે  PM મોદી વિવિધ આદિવાસી નેતાઓને મળ્યા હતા ત્યારે મનસુખભાઈનું નામ આ કન્વેનશનમાં ચર્ચામાં આવ્યું હતું . આ કન્વેનશન પછી એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે , મનસુખ વસાવા ફરી BJPનો ચેહરો બનશે . ત્રીજું કારણ કે મનસુખ વસાવાની છબી ખુબ જ સ્વચ્છ છે , તેમના બિઝિનેસ એટલે કે વેપારી પ્રજા સાથે ખુબ સારા સંબંધો છે. આ કારણોને ધ્યાનમાં રાખી બીજેપીએ મનસુખ વસાવાને ભરૂચ બેઠક માટે રિપીટ કર્યા હોય તેવી ગણતરી છે.  

 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે