રાજસ્થાનના બેરોજગાર અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય આવ્યા !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 19:15:31

 

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે રાજસ્થાનના બેરોજગાર યુવાનો અશોક ગેહલોત સરકારનો વિરોધ કરવા આજે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરીને રાજસ્થાનથી આવેલા બેરોજગાર યુવાનોએ આંદોલન શરૂ કર્યું છે. યુવાઓએ રાજસ્થાનની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ કેટલીક માગણીઓને લઈને દાંડી યાત્રા કાઢી છે.

 

કેટલી માંગણીઓને લઈને યાત્રા કાઢી ?

  • કોમ્પ્યુટર પ્રશિક્ષકની ભરતીમાં 40%ની ફરજિયાત છૂટ આપીને તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવે.
  • 2100+544 જગ્યાઓ માટે પંચાયતી રાજ JEN ભરતીની રજૂઆત.
  • ગ્રામ પંચાયત -મિત્ર ઓપરેટર એસોસિએશન સાથે સંકળાયેલા -મિત્ર ઓપરેટર ઉમેદવારોની તમામ માંગણીઓ વહેલી તકે પૂરી કરવામાં આવે.
  • ITI કોલેજોમાં જુનિયર પ્રશિક્ષકની 1500 જગ્યાઓ પર વહેલી તકે ભરતી જારી કરવી જોઈએ.
  • શિક્ષકની ભરતીમાં વિશેષ શિક્ષકોની વધુને વધુ જગ્યાઓ દૂર કરવી જોઈએ.
  • સ્પર્ધાત્મક ભરતીની પરીક્ષાઓમાં OBC EWSના નવીનતમ પ્રમાણપત્રોને માન્ય કરેલ છે અને પ્રમાણપત્રને કારણે કોઈપણ પસંદ કરેલ ઉમેદવારોને બાકાત રાખવા જોઈએ નહીં.

 

ઉપરાંત યુવાનોએ નવી ભરતીની પણ માંગ કરી છે તેમને રેડિયોગ્રાફર, લેબ ટેકનિશિયન, જુનિયર એકાઉન્ટન્ટ, એગ્રીકલ્ચર સુપરવાઈઝર, એલડીસી, આરએએસ, ઈસીજી, એસઆઈ, સીએચઓ, ઈન્ફોર્મેટિક્સ આસિસ્ટન્ટ, પ્રોગ્રામર, ડેન્ટીસ્ટ ચિકિત્સક, નર્સ ગ્રેડ 2, એએનએમ, પશુધન મદદનીશ, OT ટેકનિશિયન, સ્ટેનોગ્રાફર APRO PRO, મદદનીશ ખેતી અધિકારી, સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-4 ના કર્મચારી, કોલેજ શિક્ષણમાં પીટીઆઈ લાઈબ્રેરીયન અને પાણી પુરવઠા વિભાગમાં નવી ભરતી થવી જોઈએ. 

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે