આ બજેટથી શું રોજગારી વધશે, નાણામંત્રીએ નોકરીઓ વધારવા અંગે શું વાયદા કર્યા છે?


  • Published By :
  • Published Date : 2023-02-01 16:29:48

નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે બુધવારે, 1 ફેબ્રુઆરીના દિવસે મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ હતું. આવી સ્થિતીમાં સીતારમણે તમામ મોટી જાહેરાત કરી છે. તેમણે બજેટ 2023માં રોજગારને લઈ શું જાહેરાતો કરી છે તે જાણીએ.


સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર

નાણામંત્રીના જણાવ્યા અનુસાર, સ્ટાર્ટઅપ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઈનોવેશન અને રિસર્ચ માટે નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી લાવવામાં આવશે. આનાથી દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ ડેટા એક્સેસ કરવાનું સરળ બનશે. આ યુવાનોને આંતરરાષ્ટ્રીય તકો માટે તૈયાર કરશે. આ યોજનાના અમલા માટે વિવિધ રાજ્યોમાં 30 સ્કીલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરો સ્થાપવામાં આવશે. આ સાથે જ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના ચોથા તબક્કાની શરૂઆત કરવામાં આવશે.


 ગામડા સુધી રોજગાર

બજેટ 2023માં સરકારે ગામડાઓમાં યુવાનોને રોજગાર આપવાની વાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણના જણાવ્યા અનુસાર, કૃષિ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે એગ્રીકલ્ચર ફંડની સ્થાપના કરવામાં આવશે. આગામી 3 વર્ષ સુધી 1 કરોડ ખેડૂતોને કુદરતી ખેતીમાં મદદ કરવામાં આવશે. આ માટે 10,000 બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.

 

5Gથી રોજગારીનો માર્ગ

નાણામંત્રીના જણાવ્યા અનુસાર, 5G સેવા પર ચાલતી એપ્સ વિકસાવવા માટે એન્જિનિયરિંગ સંસ્થાઓમાં 100 લેબની સ્થાપના કરવામાં આવશે. આ લેબ દ્વારા નવા બિઝનેસ મોડલ અને રોજગારની શક્યતાઓ ઉભી કરવામાં આવશે. આ લેબ્સમાં સ્માર્ટ ક્લાસરૂમ, પ્રિસાઈજન ફાર્મિંગ, ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને હેલ્થકેર જેવા ક્ષેત્રો માટેની એપ્સ વિકસાવવામાં આવશે.


શિક્ષકોની ભરતી, ડીજીટલ લાયબ્રેરી

બજેટ 2023માં આદિવાસીઓ માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. આ મુજબ આગામી 3 વર્ષમાં 740 એકલવ્ય શાળાઓ માટે 38 હજાર 800 શિક્ષકો અને સહાયક કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે. 3.5 લાખ આદિવાસી વિદ્યાર્થીઓને આનો લાભ મળશે તેવું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત 2014થી હાલની 157 મેડિકલ કોલેજો સાથે 157 નવી નર્સિંગ કોલેજો ખોલવામાં આવશે. આ ઉપરાંત અનેક યુવાનો માટે રોજગારની વ્યવસ્થા કરવામાં આવશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.