બ્રેકિંગ ન્યૂઝ: મહિલા આરક્ષણ બિલને કેન્દ્રિય કેબિનેટે આપી મંજૂરી, સંસદમાં બિલ લાવશે મોદી સરકાર


  • Published By :
  • Published Date : 2023-09-18 22:54:15

સંસદના વિશેષ સત્ર દરમિયાન આજે કેન્દ્રિય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી આપવામાં આવી છે. આ બિલને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ તમામ અટકળોને બાજુ પર રાખીને કેન્દ્રીય કેબિનેટે આખરે આ બિલને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી બાદ મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે.


શું છે આ બિલમાં?


મહિલા આરક્ષણ બિલ લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અથવા એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાની દરખાસ્ત કરે છે. આ બિલમાં 33 ટકા ક્વોટાની અંદર SC, ST અને એંગ્લો-ઈન્ડિયન માટે પેટા-આરક્ષણનો પણ પ્રસ્તાવ છે. બિલમાં દરખાસ્ત કરવામાં આવી છે કે દરેક સામાન્ય ચૂંટણી પછી અનામત બેઠકો રોટેટ કરવામાં આવવી જોઈએ. રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં વિવિધ મતવિસ્તારોમાં રોટેશન દ્વારા અનામત બેઠકો ફાળવવામાં આવી શકે છે. આ સુધારો અધિનિયમ લાગુ થયાના 15 વર્ષ પછી મહિલાઓ માટે અનામત અનામત સમાપ્ત થઈ જશે.


27 વર્ષથી પેન્ડિંગ છે આરક્ષણ બિલ


મહિલા આરક્ષણ બિલ લગભગ 27 વર્ષથી પેન્ડિંગ છે, હવે આ બિલ સંસદના ટેબલ પર આવશે. આંકડાઓ અનુસાર, લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 15 ટકાથી ઓછી છે, જ્યારે રાજ્યની વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ 10 ટકાથી ઓછું છે. છેલ્લી વખત આ મુદ્દા પર કાર્યવાહી 2010 માં કરવામાં આવી હતી, જ્યારે રાજ્યસભાએ હોબાળા વચ્ચે બિલ પસાર કર્યું હતું અને માર્શલ્સે મહિલાઓ માટે 33 ટકા અનામતનો વિરોધ કરતા કેટલાક સાંસદોને બહાર કાઢ્યા હતા. જો કે, આ બિલ રદ્દ કરવામાં આવ્યું કારણ કે તે લોકસભામાં પસાર થઈ શક્યું ન હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે